તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ ગરમાયું:ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ અપક્ષ ચૂંટણી લડે તેવી સંભાવના

ધરમપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયામાં ચર્ચા થતાં રાજકારણ ગરમાયું

ધરમપુરની નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત બેઠક પર ગત ચૂંટણીમાં વિજેતા થયેલી કોંગ્રેસની મહિલા સભ્યના પતિ અને તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલની આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાવેદારી કરી હોવા છતાં સંભવિતમાં નામ નહીં આવતા અપક્ષ ઉમેદવારીની ચર્ચા સોશીયલ મીડિયામાં વાયરલ થઈ છે. અપક્ષ ઉમેદવારીની ચર્ચા અંગેની બેઠક પણ મોટી ઢોલડુંગરીમાં ગત રાત્રીએ મળી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા કોંગ્રેસની મજબૂત ગણાતી બેઠક સામે પ્રશ્નાર્થ ઉભો થવાની ચર્ચા પણ ઉઠી છે.

પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલના જમાઈ અને ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલે ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત બેઠકમાં સમાવિષ્ટ ગામોના અગ્રણીઓએ પણ તેમને ટીકીટ મળે એવી રજુઆત કરી હોવા છતાં સંભવિતમાં નામ જોવા નથી મળ્યું. જેથી મોટી ઢોલડુંગરીના આગેવાનો, યુવાનોએ અપક્ષ તરીકે હું ચૂંટણી લડુ એવી લાગણી વ્યક્ત કરી છે. જે અંગેની રણનીતિ આવનારા દિવસોમાં નક્કી કરીશ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે નાનીઢોલડુંગરી તા.પ.બેઠક પર કોંગ્રેસમાં નારાજગીની ઉઠેલી ચર્ચા સામે કોંગ્રેસ સંગઠન કયી રણનીતિ ઘડશે એ જોવું રહ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો