તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખના લગ્નમાં કોવિડ નિયમના ધજાગરા, ગુનો નોંધાયો

ધરમપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર: ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ. - Divya Bhaskar
તસવીર: ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ.
 • લગ્ન પૂર્વે ઓરકેસ્ટા પાર્ટીમાં 100થી વધુ લોકો ડાન્સ કરતા હતા

ધરમપુરના રાજકીય હોદ્દેદારના લગ્ન પ્રસંગે શનિવારે રાત્રીના કુટુંબના સભ્ય દ્વારા આયોજિત ઓરક્રેસ્ટામાં હાજર વ્યકતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખી દાખવેલી બેદરકારીને લઇ પોલીસે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ સહિત 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. ધરમપુરના કુરગામમાં રહેતા તાલુકા ભાજપ પ્રમુખ કેતન અરવિંદભાઇ પટેલના લગ્ન પ્રસંગ નિમિત્તે શનિવારે રાત્રીએ ઓરકેસ્ટ્રા પાર્ટી બોલાવીને જનમેદની ભેગી થઈ હતી.

બાતમીના આધારે પોલીસને ઓરકેસ્ટ્રા ઉપર કેટલાક લોકો નાચતા તેમજ 100 કરતા વધુ વધારે લોકોની ભીડ જોવા મળી હતી. વ્યક્તિઓએ માસ્ક નહીં પહેર્યા હોય અને અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થયું હોવાથી પૂછતાં પોલીસ સમક્ષ લગ્નના આયોજકે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ પુત્ર કેતન વાઢુના મેરેજ ફંક્શનના આયોજનની ઓનલાઇન નોંધણીની નકલ રજૂ કરી હતી. પોલીસની ઓરકેસ્ટ્રા બાબતે કુટુંબીએ આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ, ઓરકેસ્ટ્રા સંચાલક, ગાયક સહિત 11 સામે જાહેરનામાનો ભંગ તથા મહામારીની અધિનિયમ કલમ ગુનો કાર્યવાહી કરતા ચકચાર મચી હતી.

આ આરોપી સામે ગુનો નોંધાયો
1 અરવિંદ બુધિયાભાઇ વાઢુ 2 કેતનભાઇ અરવિંદભાઇ વાઢુ 3 વિપુલ ધીરૂભાઇ વાઢુ તમામ રહે. કુરગામ, ધરમપુર 4 મુકેશ ભીખુભાઇ પટેલ રહે. પાલણગામ 5 વિરલ ગુણવંભાઇ પટેલ રહે. કલવાડા 6 રાજેશ મગનભાઇ પટેલ રહે. અબ્રામા, ઝરણાં પાર્ક - વલસાડ 7 સચિન મહેશભાઇ પટેલ રહે. ઉદવાડા - રેંટલાવ 8 ચેતન અશોકભાઇ રાઠોડ રહે. રેલવે યાર્ડ - વલસાડ 9 સાગર રહે. વશિયર - વલસાડ, 10 પપ્પુ રાજુભાઇ મકવાણા રહે. રેલવે યાર્ડ - વલસાડ અને 11 પ્રકાશ મનુભાઇ પટેલ રહે. બીલીમોરા, નવવારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો