તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેકમની ઘટ:ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં માસિક 350 પ્રસુતિ છતાં ડિલીવરી વોર્ડમાં માત્ર 3 જ નર્સનો સ્ટાફ

ધરમપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 150 બેડની હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ ઓછો હોય દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે

ધરમપુરની 150 બેડની સ્ટેટ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની સંખ્યામાં વધારો કરવાની જરૂરીયાત વર્તાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં સૈથી વધારે માસિક 300થી350 પ્રસુતિ અહીં થાય છે સાથે અન્ય વિભાગોમાં પણ દર્દીઓની સંખ્યા વધારે હોય છે. જેને લઇ વધી રહેલા તબીબી કામના ભારણને હળવો કરવા અને સારવાર લેતા દર્દીઓની સુવિધામાં વધારો કરવા નર્સિંગ સ્ટાફમાં વધારવાની જરૂર છે. અહીં ઇન્ડોર,ઓપીડીમાં ધરમપુર, કપરાડા, વાંસદા, મહારાષ્ટ્ર સહિત અંતરીયાળ દર્દી,લોકોની સંખ્યા વધુ હોય છે.

આ હોસ્પિટલના પ્રથમ માળે સગર્ભા બહેનો માટે પ્રસુતિ પહેલાના વિભાગમાં 30 બેડ અને પ્રસુતિ પછીના વિભાગમાં 24 બેડ મળી કુલ 54 બેડ ભરેલા હોય છે. ઘણી વાર સગર્ભા માતાઓ વધી જતાં નીચે બેડ મૂકી વ્યવસ્થા કરવામાં આવે છે. આ બંને વોર્ડમાં ત્રણ શિફ્ટમાં કુલ દસથી 12 નર્સ પૈકી બેથી ત્રણ નર્સ શિફ્ટમાં ફરજ બજાવતી હોય છે. જેઓ સગર્ભા માતા, નૉર્મલ તેમજ સિઝર પ્રસુતિ થઈ હોય એવી બહેનો અને નવજાત શિશુઓની સાર સંભાળ રાખવાની કામગીરી કરતી હોય છે.

બે વિભાગમાં નર્સિંગ સ્ટાફની કામગીરી
બેડશીટ બદલવી, બોટલ ચઢાવવી, ઈન્જેકશન ટ્રોલી પ્રિપર કરવી, ત્રણ રાઉન્ડ ડૉક્ટર્સના, બ્લડ પ્રેસર,સુગરની તપાસ, ઓપરેશન માટે રિપોર્ટ કઢાવવા, સિઝર દર્દીઓનું ડ્રેસિંગ, ડિસ્ચાર્જ ફોર્મ ભરવા

વર્ગ-4 કર્મચારીઓમાં વધારો થાય એ માટે વડી કચેરીમાં રજુઆત કરી છે
અહીં દર્દીઓ મહારાષ્ટ્ર બોર્ડર સુધીના આવે છે. ઇન્ડોર દર્દીઓ પણ વધુ હોય છે.જેથી કામનું ભારણ વધારે હોય હાલના નર્સિંગ સ્ટાફમાં અને વર્ગ-4 કર્મચારીઓમાં વધારો થાય એ માટે વડી કચેરીમાં રજુઆત કરી છે. અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પણ જાણ કરી છે.- ડો.મનીષ પટેલ, અધિક્ષક સ્ટેટ હોસ્પિટલ ધરમપુર

અન્ય સમાચારો પણ છે...