તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોના રાહતકાર્યો માટે ધરમપુર શ્રીમદ્દ રાજચંદ્ર મિશનનું CM દ્વારા સન્માન થયું

ધરમપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 200 બેડની કોવિડ સારવાર મિશને શરૂ કરી હતી

ગુરુદેવ રાકેશભાઈ સંસ્થાપિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરનું ગુજરાત રાજભવન દ્વારા શરૂ કરાયેલા કોરોના સેવાયજ્ઞ અભિયાન અંતર્ગત એક લાખ કોરોના વોરિયર્સને જીવનાવશ્યક વસ્તુઓ અને રાશનકીટ વિતરણના લક્ષ્યને સાકાર કરતા 10,000 કિટ્સની ત્રીજી ખેપ પ્રસ્થાન કરાવવા અવસરે રાજભવનમાં કોરોના રાહતકાર્યો માટે રાજ્યપાલ આચાર્ય દેવદત્ત અને સીએમ વિજય રૂપાણી દ્વારા સન્માન કરાયુ હતું. આ સન્માન મિશનના ટ્રસ્ટી ડો.બીજલ મેહતા અને રમણ ટીકકાએ સ્વીકાર્યું હતું. મિશને કોવિડ મહામારીમાં વિશ્વના 108 કેન્દ્રો દ્વારા 50 શહેરોમાં શરૂ કરેલા રાહતકાર્યોથી 75 લાખ જીવો લાભ પામ્યા હતા.

કોરોનાની બીજી લહેરમાં મિશને વલસાડ જિલ્લામાં ICU, વેન્ટીલેટર્સ સહિત નિષ્ણાંત ડોકટર્સની ટીમથી સજ્જ 200 બેડની કોવિડ સારવાર સુવિધા શરૂ કરી છે. 200થી વધુ ગામોમાં કોવિડ અને રસીકરણ જાગૃતિ માટે શ્રીમદ્દ રાજચંદ્ર કોવિડ એન્ડ વેક્સીન અવેરનેસ પ્રોગ્રામ શરૂ કર્યો છે. લાખો કોવિડ ફ્રન્ટલાઇન યોદ્ધાઓને માસ્ક, સેનેટાઈઝર્સ, PPE કિટ્સનું વિતરણ તથા અનેક હોસ્પિટલોમાં વેન્ટીલેટર્સ, બેડ, માસ્ક, Bipap મશીનો, ઓક્સિજન કોન્સનટ્રેટર્સ પ્રદાન કર્યા હતા.

લોકો સાથે અડીખમ ઉભા રહી સહકાર આપવાનું વચન આપીએ છીએ
આ સમય સાચી એકતા બતાવવાનો છે. શ્રીમદ્દ રાજચંદ્રજીના આશિષ તથા ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી અમે દરેક રીતે સરકાર અને લોકો સાથે અડીખમ ઉભા રહી સહકાર આપવાનું વચન આપીએ છીએ.>આત્માર્પિત નેમિજી, ટ્રસ્ટી, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર

અન્ય સમાચારો પણ છે...