તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરા વસૂલાત:ધરમપુર નગર પાલિકાએ વાણિજય વેરામાં 100 ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો

ધરમપુર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મિલકત વેરા ક્ષેત્રે પાલિકાએ 89.2 ટકા વસૂલાત પણ કરી

ધરમપુર પાલિકાએ શોપ અને વ્યવસાય વેરા વિભાગમાં 100 ટકાથી વધુ વેરા વસુલાત કરવામાં મહત્વની સફળતા મેળવી છે જ્યારે મિલકત વેરા ક્ષેત્રે 89.2 ટકા વેરા વસુલાત કરી છે.ધરમપુર પાલિકાના શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ તથા વ્યવસાય વેરા વિભાગના શોપ ઇન્સ્પેક્ટર જીગ્નેશ ભટ્ટ અને વ્યવસાય વેરા વિભાગના પંકજભાઈ પાંજરોલીયા અને પાલિકાની ટીમે વર્ષ 2020/21ના માંગણા રૂપિયા 41,21,410 સામે રૂપિયા 45,28,1233ની વેરા સુલાત કરી રૂ.7,00,108નો વધારો કર્યો છે.

નગરમાં સંસ્થા, દુકાનોમાં વધારો અને ખાનગી કર્મચારીઓના ટેક્સની વસુલાત થકી પાલિકાની આવક વધી છે.બીજી તરફ મિલકત વેરા વિભાગે 89.02 ટકા વેરા વસુલાત કરી છે. પાલિકા ટેક્સ ઇન્સ્પેકટર વિનય દસોંદીના માર્ગદર્શનમાં પાંચ ટીમએ ડોર ટુ ડોર મિલકત ધારકોનો સંપર્ક કરી શનિ, રવિ રજામાં પણ કચેરી ખુલ્લી રાખી રૂપિયા 1,61,95,951ના માંગણા સામે રૂપિયા 1,44,18,032 વેરો વસુલતા 89.02 ટકા ગત નાણાંકીય વર્ષમાં વેરા વસુલાતની સિધ્ધી મેળવી છે.

ગત વર્ષના 1,35 કરોડના માંગણા સામે 1,19 કરોડ વસુલાત કરતા 88 ટકાની સરખામણીમાં આ વર્ષે રૂપિયા 25 લાખનો વધારો થયો છે. આ ઔતિહાસિક સિધ્ધી બદલ પ્રમુખ જ્યોત્સના બેન દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ અને ટીપી ચેરમેન પ્રણવ શિંદે, ઉપપ્રમુખ નરેશ પટેલ, સીઓ મિલન પલસાણા, કારોબારી અધ્યક્ષ રક્ષાબેન જાદવ, ચેરમેન હિતેશ રાઠોડે પાલિકાના કર્મચારી જીગ્નેશ ભટ્ટ, પંકજભાઇ પાંજરોલીયા સહિત વેરા વિભાગના તમામ કર્મચારીઓ તેમજ દુકાનદારો અને કંપનીઓનો સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો