લેન્ડ ગેબ્રિંગ:ધરમપુર કોસીમપાડા ગામે રહીશે સરકારી જમીન પર મકાન બાંધ્યું

ધરમપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મામલતદારે લેન્ડ ગેબ્રિંગની ફરિયાદ નોંધાવી

ધરમપુરના કોસીમપાડાના જગદીશ મોતીરામ ગાયકવાડે આજથી ચાર વર્ષ અગાઉથી કોસીમપાડા ખાતે સરકારી પડતર જમીન ખાતા નંબર 131ના નવા સર્વે નંબર 156 (જૂનો સર્વે નંબર 133) ક્ષેત્રફળ 0-10-46 (હે.આરે.ચો.મી)માં ગેરકાયદેસર કબજો કરી પાકું મકાન (આર.સી.સી.) બનાવી તથા ઘરના ઓટલા ઉપર ગાડી રિપેરનું સામાન રાખી ઘરની જમણી બાજુ ખેતરમાં પતરાનો શેડ બનાવી ગેરકાયદેસર કબજો કરી સરકારી શીર પડતર જમીન પચાવી પાડી હતી.આ બાબતે ધરમપુર મામલતદાર કચેરીના નાયબ મામલતદાર નીતાબેન પટેલે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે. જેમાં જણાવ્યા મુજબ કોસીમપાડાના અરજદાર મહેન્દ્ર કાશીનાથભાઈ ગાયકવાડે કોસીમપાડાના જગદીશ ગાયકવાડનાઓના વિરુદ્ધમાં ઓનલાઈન ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 2020 મુજબની અરજી કલેકટર વલસાડને કરી હતી.

જેમના અભિપ્રાય મુજબ સદર અરજી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) સમિતિમાં રજૂ કરવામાં આવી હતી. જે સમિતિમાં કલેકટર વલસાડનાઓએ તેઓના પત્રથી ગુનો રજીસ્ટર કરવાનો હુકમ કર્યો હતો. જે બાબતે સદર હુકમમાં પોલીસ અધિક્ષક વલસાડનાઓએ નાયબ પોલીસ અધિક્ષક વલસાડનાઓને ગુનો રજિસ્ટર કરવા હુકમ કર્યો હોવાથી મામલતદાર કચેરીમાં ફરીયાદ દાખલ કરવા પત્ર મોકલતા મામલતદારે નાયબ મામલતદારને અધિકૃત કરતા નાયબ મામલતદારે આ બાબતે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...