તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધરમપુર ‌BJP પ્રમુખના લગ્નમાં કોવિડ નિયમના ધજાગરા, ગુનો

ધરમપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના રાજકીય હોદ્દેદારના લગ્ન પ્રસંગે શનિવારે રાત્રીના કુટુંબના સભ્ય દ્વારા આયોજિત ઓરક્રેસ્ટામાં હાજર વ્યકતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખી દાખવેલી બેદરકારીને લઇ પોલીસે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ સહિત 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. ધરમપુરના કુરગામમાં રહેતા તાલુકા ભાજપ પ્રમુખ કેતન અરવિંદભાઇ પટેલના લગ્ન પ્રસંગ નિમિત્તે શનિવારે રાત્રીએ ઓરકેસ્ટ્રા પાર્ટી બોલાવીને જનમેદની ભેગી થઈ હતી. બાતમીના આધારે પોલીસને ઓરકેસ્ટ્રા ઉપર કેટલાક લોકો નાચતા તેમજ 100 કરતા વધુ વધારે લોકોની ભીડ જોવા મળી હતી.

વ્યક્તિઓએ માસ્ક નહીં પહેર્યા હોય અને અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થયું હોવાથી પૂછતાં પોલીસ સમક્ષ લગ્નના આયોજકે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ પુત્ર કેતન વાઢુના મેરેજ ફંક્શનના આયોજનની ઓનલાઇન નોંધણીની નકલ રજૂ કરી હતી. પોલીસની ઓરકેસ્ટ્રા બાબતે કુટુંબીએ આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો