માંગ:ધરમપુર DGVCL કર્મચારીઓએ 5 મુદ્દાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા

ધરમપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ કર્મચારીઅોને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવેશની માગ કરવામાં આવી

ધરમપુર વીજ કંપનીના કર્મચારીઓએ પડતર પાંચ મુદ્દાની માંગ સાથે કચેરી આગળ સૂત્રોચ્ચાર કર્યા વીજ કંપનીના કર્મચારીઓની માગ છે કે, ટેક્નિકલ કર્મચારીઓને વર્ગ4માંથી વર્ગ-3માં સમાવેશ કરી તેને સંલગ્ન તમામ આર્થિક લાભો આપવા, સાતમા પગાર પંચની ભલામણો મુજબ કેન્દ્ર સરકારના ધોરણે આપવા પાત્ર એરિયર્સ ચુકવણીની કાર્યવાહી કરવી, એલાઉન્સને લગતી વિસંગતતાઓ દૂર કરવી તથા ટેકનીકલ કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ

ફિલ્ડ એલાઉન્સ, માઇલેજ આપવું અને દિવ્યાંગ કર્મચારીઓના કન્વેયન્સ એલાઉન્સ વધારી આપવું, મીટરરીડર/ટેક્નિકલ સહિત તમામ કર્મચારીઓને બીજા તથા ચોથા શનિવારની રજાનો લાભ આપવો, આંઠ કલાકથી વધુ કામ લેવામાં આવે તો વધારાના કામના કલાકોનું વળતર આપવું, નિવૃત્તિ બાદ તમામ કર્મચારીઓને મેડિકલ સુવિધાની વ્યવસ્થા સત્વરે ચાલુ કરવી સહિતની માંગની માહિતી કર્મચારીએ આપી હતી. કર્મચારીઓએ ટેક્નિકલ એકતા જીંદાબાદ, વર્ગ-3નો લાભ આપો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...