તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગીચાની રોનક વધી:ધરમપુરના સફાઈકર્મીઓએ જૂના ટાયરોમાંથી બનાવેલા બાકડાં, ડસ્ટબીન, હેગિંગ લાઈટથી બગીચાની રોનક વધી

ધરમપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નગરપાલિકાના સફાઈ કર્મીઓની સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ઇનોવેશન પ્રવૃત્તિ

સ્વચ્છતા સર્વેક્ષણ-2020/21 અંતર્ગત દરેક નગરપાલિકાના કર્મચારીઓ શ્રેષ્ઠ પ્રદર્શન અને કામગીરી દર્શાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને નગરને સ્વચ્છ અને સુંદર કેવી રીતે બનાવી શકાય તે દિશામાં અનેક પ્રયત્નો કરી રહ્યા છે. જેમાં ધરમપુર પાલિકાના સફાઇ કર્મીઓએ વેસ્ટમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ જે ગાંધી બાગમાં મુકી છે તે આકર્ષણનું કેન્દ્ર બની છે. ધરમપુર પાલિકાના સફાઈ કર્મચારીઓએ જુના વાહનોના ટાયર અને માટલાનો કલાત્મક રીતે ઉપયોગ કરી” રી-યુઝ કોર્નર”ની થીમ આધારીત વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે.

પાલિકા સીઓ મિલન પલસાણા, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈના માર્ગદર્શનમાં પાલિકાના સફાઈ કર્મચારીઓએ સ્વચ્છતા સર્વેક્ષણ-2020/21 અંતર્ગત ઇનોવેશન પ્રવૃત્તિના ભાગરૂપે પાલિકા વાહનોના જુના નાના - મોટા ટાયરોને રંગરોગાન અને વારલી પેઇન્ટ તથા દોરી, નટ-બોલ્ટનો ઉપયોગ કરી સુંદર બેઠક, સૂકા કચરા માટે ડસ્ટબીન, હેગિંગ લાઈટ અને પ્લાન્ટ બનાવી વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. સફાઈ કર્મચારીઓએ બનાવેલી વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિઓને શહેરની મધ્યમાં સ્થિત ગાંધીબાગમાં મુલાકાતીઓ માટે મુકવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બની છે.પાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને અધિકારીઓએ પણ સફાઇ કર્મચારીઓની આ કલા કૃતિને વખાણી અભિનંદન પાઠવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો