સમસ્યા:ધરમપુર બિરસા મુંડા સર્કલથી બીલપુડી બાયપાસ માર્ગ પર ઊડતી ધૂળથી હાલાકી

ધરમપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરમ નાંખી પુરેલા ખાડાઓમાં ડામરનું પેચવર્ક કરવા વાહનચાલકોની માગ

ધરમપુરના આસુરા વાવ બિરસા મુંડા સર્કલથી બીલપુડી બાયપાસ માર્ગ પરથી પસાર થતા વાહનોને લઈ ઊડતી ધૂળની ડમરીઓને પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ અહીં ડામર પેચ વર્ક કરવા માંગ ઉઠી છે. ચોમાસામાં ખરાબ બનેલા આ રસ્તા પર પુરાણની કામગીરી કરાઈ હતી. જોકે હવે વધેલી ગરમી વચ્ચે ઓછા થયેલા વરસાદને લઈ રસ્તા પરથી ધૂળની ડમરીઓ ઉઠી રહી છે. વાહનચાલકો કહે છે આગળ ચાલતા વાહનોને ઊડતી ધુળથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઉપરાંત પુરાણ કરાયેલા ભાગો ઉપર ડામર પેચવર્ક કરવાની માંગ પણ ચાલકો વ્યક્ત કરી રહ્યા છે. ધરમપુર નાનાપોંઢા માર્ગ પર કાકડકુવા સડક ફળીયામાં શ્રીજીની સ્થાપના કરાયા બાદ ઊડતી ધૂળને અટકાવવા સ્થાનિકોએ બોરના પાણીનો છંટકાવ કરતા જોવા મળ્યા હતા. જેને લઈ ઊડતી ધૂળની ડમરીઓથી તોબા પોકારી ઉઠેલા વાહનચાલકોમાં તંત્ર સર્વે કરી રસ્તા ઉપર જરૂરી પેચવર્કની કામગીરી માટે લાગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...