આવેદન:ધરમપુર - કપરાડાના આદિવાસીઓની વિકાસ બજેટ અધિકાર હેઠળ 17 માંગણી

ધરમપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જય આદિવાસી મહાસંઘ દ્વારા પ્રાંતને આવેદન અપાયું

આદિવાસીના સામાજિક અને આર્થિક વિકાસ માટે આદિવાસી વિકાસ બજેટ અધિકાર અભિયાનની 17 માંગણીઓ બાબતે જય આદિવાસી મહાસંઘ ધરમપુર કપરાડાએ પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. જય આદિવાસી મહાસંઘના બાલુભાઈ ગાંવિત, પીરમાળના આદિવાસી અગ્રણી ગોપજી હાદળ અને અભિયાનના પ્રતિનિધિઓએ પ્રાંત અધિકારી કેતુલ ઈટાલીયાને આપેલા આવેદનમાં આદિવાસી બજેટ આયોજન અને અમલીકરણ કાયદો પાસ કરવા જણાવાયું છે.

આ ઉપરાંત ટ્રાઇબલ સબ પ્લાન હેઠળ ફળવાતા બજેટના કુલ 50 ટકા બજેટનો પૂર્વ પટ્ટીના આદિવાસીઓને સીધો લાભ માટે કલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ માળખું તૈયાર કરવા, વન અધિકાર કાયદો-2006 પ્રમાણે બાકી રહેલાને તાત્કાલિક જમીન માલિકીના અધિકાર આપવા કાર્યવાહી માટે પગલાં લેવા, આદિવાસી વિસ્તાર માટે નાની અને મધ્યમ સિંચાઈની સુવિધા માટે અગ્રિમતા આપવા, આદિવાસીઓના કલ્યાણ માટે યોજનાઓમાં નાણાંકીય ધોરણમાં 50 ટકાનો વધારો કરવા, વર્ષ 2021 સુધી આદિવાસીઓમાં 100 ટકા સાક્ષરતા કરવા અને તેના માટે વધારાની શાળાઓ અને શિક્ષકોની ભરતી કરવાનો ઉલ્લેખ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...