મુલાકાત:પાટીદાર હોવા છતાં હાલના મુખ્યમંત્રીને કોઈ પણ ઓળખતું નથી : મહેશ સવાણી

નાનાપોઢાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપરાડા વારલી સમાજના અગ્રણી દશમા શેઠ આપમાં જોડાતા ગરમાટો

ધરમપુર અને કપરાડામાં આમ આદમી પાર્ટીની જન સંવેદના મુલાકાત યોજાઈ હતી. જન સંવેદના કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી મહેશ સવાણી સહિત અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજના જાણીતા સમાજસેવી અને આમ આદમી પાર્ટીના મહેશ સવાણીએ રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પોતે ઓળખતા પણ નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારે ગુજરાતના લોકો ક્યાંથી ઓળખવા છે તેમ જણાવ્યું હતું.

વલસાડના કપરાડામાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં મહેશ સવાણીએ મીડિયા સામે પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના નવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલને હું ઓળખતો પણ નથી અને ભુપેન્દ્રભાઈ પાટીદાર સમાજમાં પણ જાણીતો ચહેરો નથી. તેમ છતાં તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પણ રબર સ્ટેમ્પ ગણાવ્યા હતા.

કપરાડામાં આપના જન સંવેદના કાર્યક્રમમાં અગ્રણીઓએ કોરોનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પરિવારને સાંત્વના આપી હતી. કપરાડા તાલુકાના માંડવાના વારલી સમાજના અગ્રણી દશમા શેઠ આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકારણમાં ગરમાયું છે. કપરાડાના 200થી વધુ લોકો જોડાવા આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...