રજૂઆત:રાજ્ય સરકારની જાહેરાતમાંથી હવે આદિવાસી ઈસમો શબ્દ હટાવવા માગ

ધરમપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુર તા.પં.અપક્ષ સભ્યએ રાજ્યપાલને રજૂઆત

ધરમપુર તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન - ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ઇસમો શબ્દના ઉલ્લેખને હટાવવાની માગ સાથે રાજ્યપાલને સંબોધન કરતી લેખિત રજુઆત મામલતદાર પાઠવી હતી.

આ મુદ્દે કલ્પેશ પટેલે જમાવ્યું હતુ કે, અગાઉ આદિવાસીઓને વનવાસી, વન બંધુ બનાવી દેવામાં આવ્યો છે એવો ઉલ્લેખ કરી અને હવે ઇસમો ? શું આદિવાસી હોવું ગુનો છે જેવા પ્રશ્ન ઉઠાવી આદિવાસી સમાજ માટે વાપરવામાં આવેલો આ ઇસમો શબ્દ અપમાન જનક છે એમ જણાવ્યું છે. જેથી ઇસમો શબ્દ તાત્કાલિક હટાવવામાં આવે અને જવાબદારો સામે પગલા ભરવામાં આવે એવી સમસ્ત આદિવાસી સમાજ ધરમપુરની લાગણી અને માંગણી છે એવો ઉલ્લેખ પણ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...