ધરમપુર તાલુકાના પીપલપાડા પ્રાથમિક શાળામાં બે નવા ઓરડાના ખાતમુહૂર્ત સમયે વિવાદ થતા બંને પક્ષો પોલીસ મથકે આવ્યા બાદ મામલો હાલે થાળે પડ્યો હતો. બે ઓરડા ખાનગી માલિકીની જમીનમાં બની રહ્યા હોવાની વાતને લઇ મામલો ગરમાયો હતો. શાળાની આચાર્યા હિરલબેન પટેલે ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે, પીપલપાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1થી8ના 240 વિદ્યાર્થીઓ માટે શાળાના કુલ પાંચ પૈકી બે જર્જરિત ઓરડાઓને લઈ હાલમાં પતરાના શેડમાં બેસાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, 15માં નાણાંપંચ યોજનામાં નવા ઓરડા મંજુર થયા હતા.
ચોમાસામાં પડનારી સંભવિત તકલીફને લઈ મંજુર થયેલા બે ઓરડાઓ માટે બુધવારે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતુ. વધુમાં આચાર્યાએ જણાવ્યું હતું કે, ખુલ્લી જગ્યામાં આ ઓરડાનાં ખાતમુહૂર્ત સમયે વિવાદ થતા તેમણે 100 નંબર પર ફોન કર્યો હતો. જેને લઈ સ્થળ પર પહોંચેલી પોલીસે બંને પક્ષોને પોલીસ મથકે બોલાવ્યા હતા. બંને પક્ષો પોલીસ મથકે આવ્યા બાદ હાલ મામલો થાળે પડયો હતો.
ખુલ્લી જગ્યામાં કરવા ઓરડા બનાવવા કહ્યું
શાળાના બે ઓરડાનું ખાતમુહૂર્ત મણીલાલભાઈ ચૌધરીના ઘરના આંગણામાં કરવા જતા હતા. ત્યારે ગામલોકોએ શાળાની ખુલ્લી જગ્યામાં કરવા ઓરડા બનાવવા કહ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો ગયા બાદ મામલો થાળે પડ્યો છે. > રાજન માહલા, પીપલપાડા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.