તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ધરમપુર પાલિકાની પ્રિ મોન્સુનની 80 ટકા ચેમ્બરની સફાઈ પૂર્ણ

ધરમપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધરમપુર ચેમ્બર સફાઈ - Divya Bhaskar
ધરમપુર ચેમ્બર સફાઈ
  • ચોમાસામાં ચેમ્બરો ઉભરાવાનો પ્રશ્ન નહી રહે તેવો દાવો

ધરમપુર પોલિકાએ પ્રિમોન્સૂન કામગીરી હેઠળ વરસાદી અને ગંદા પાણીની ગટરોની મોટાભાગની સફાઇ કામગીરી પૂર્ણ કરી લીધી છે જ્યારે વરસાદી પાણીની ગટરોના ચેમ્બરો સફાઇનું કામ 80 ટકા પૂર્ણ થતા ચોમાસામાં સમસ્યા નહી ઉદભવે તેવો દાવો પાલિકાએ કર્યો છે. ધરમપુર પાલિકાએ પ્રિ-મોન્સુનની કામગીરીના ભાગરૂપે શહેર વિસ્તારની ગટર/ વરસાદી પાણીના નિકાલની ચેમ્બરો તેમજ નાળાની સફાઈ પૈકી મોટા ભાગની કામગીરી પૂરી કરી છે. ચોમાસામાં સંભવિત ગટરલાઈન જામ થવાની સમસ્યાના નિવારણ માટે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.

પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, સીઓ મિલન પલસાણાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની બે ટીમો શહેર વિસ્તારની તમામ ભૂગર્ભ ગટર લાઈનના ચેમ્બરોમાંથી કાદવ, કચરો કાઢી સફાઈ કરી રહી છે. જેમાં નગર વિસ્તારનાં 80 ટકા ચેમ્બરોની કામગીરી પૂર્ણ થઈ છે. અગામી ચોમાસામાં વરસાદી પાણીનું નિકાલ સરળતાપૂર્વક થઈ શકે, સાથે પાણીના ભરાવા સહીત ઉભરાતી ચેમ્બરોને લઇ નગરજનોને હાલાકીનો સામનો નહીં કરવો પડે તે માટે પાલિકા તંત્ર સજ્જ થયું છે. પાલિકાએ આ વર્ષે પ્રિમોન્સૂન કામગીરી તો શરૂ કરી છે. પરંતુ વરસાદી માહોલમાં કામગીરીની ગુણવત્તા નજર પડશે.

અન્ય સમાચારો પણ છે...