તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ધરમપુરની આંબોશી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપની ઉમેદવાર સૌથી યુવા

ધરમપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રિયંકા રામાભાઈ દળવી - Divya Bhaskar
પ્રિયંકા રામાભાઈ દળવી
 • 22 વર્ષીય ગ્રેજ્યુએટ પ્રિયંકા રાજ્યની સૌથી યંગ

ધરમપુરની ચૂંટણી માટે ભાજપની જાહેર થયેલી ઉમેદવારની નામાવલીમાં વલસાડ જિલ્લા પંચાયતની ધરમપુરના અંતરીયાળ વિસ્તારની આંબોશી ભવઠાણ બેઠક પર શિક્ષિત યુવા પ્રિયંકા રામાભાઈ દળવીને ટીકીટ મળી છે. Bsc અભ્યાસ ધરાવતી 22વર્ષીય ગ્રેજ્યુએટ પ્રિયંકા દળવી ગુજરાતની સૌથી યંગેસ્ટ ઉમેદવાર હોવાનો દાવો પણ થઈ રહ્યો છે. પાંચ ભાઈ,બહેનો પૈકી પ્રિયંકા મોટા ભાઈ રાજેશ દળવીની પ્રેરણા અને સ્વ.પિતાના પોલિટિક્સના માધ્યમથી સંતાનો લોકોની સેવા કરવાના સ્વપ્નને લઇ પોલિટિક્સમાં આવી છે.

અહીંના લોકો માટે પાણી, રસ્તા, આવાસની સુવિધા કરવી છે. મહિલાઓ માટે અને બેરોજગારી દૂર કરવા કામ કરવું છે. હું શિક્ષિત હોવાથી અહીના વિસ્તારમાં વિદ્યાર્થીઓને મોટીવેટ કરવાની સાથે શિક્ષણનો વ્યાપ વધારવા પ્રયાસ કરીશ. - પ્રિયંકા રામાભાઈ દળવી

ભાજપે યુવાઓને પ્રાધાન્ય આપી ટિકિટો આપી છે. જેમાં ધરમપુરની આંબોશી ભવઠાણ જી.પ.બેઠક પર શિક્ષિત- ગુજરાતમાં સૌથી યુવા ઉમેદવાર પ્રિયંકાબેન દળવીને ટિકિટ મળી છે. - કેતન વાઢુ, ધરમપુર તા. ભા. પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો