કામગીરીનો પ્રારંભ:ધરમપુરમાં 4.14 કરોડના ખર્ચે બિરસા મુંડા આદિવાસી સાંસ્કૃતિક ભવન બનશે

ધરમપુર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીમાં કામગીરીનો પ્રારંભ

ધરમપુરના દશેરાપાટીમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રૂપિયા 4.14 કરોડના ખર્ચે નિર્માણ થનારા શ્રી ધરમપુર તાલુકા કુકણા સમાજ પ્રેરિત ભગવાન બિરસા મુંડા આદિવાસી સાંસ્કૃતિક ભવનનું ભૂમિપૂજન કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ,જીતુભાઈ ચૌધરી અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે કરાયું હતું. આ અવસરે મંત્રી નરેશભાઈ પટેલે ભવન ગુણવત્તાયુક્ત બનાવવા અને શિક્ષણ ઉપર ભાર મૂકી ભવનમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો સાથે લાઇબ્રેરી ઉભી કરવા જણાવ્યું હતું.

અને ખૂટતી કડી માટે સહયોગની ખાતરી આપી હતી. કેબિનેટ મંત્રી જીતુભાઇ ચૌધરીએ સ્વ.મણીભાઈ ચૌધરીને યાદ કરી ભવન બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થયું હોવાનું જણાવી કુકણા સમાજ પ્રમુખ ભાણાભાઈ ભોયા અને ટીમને અભિનંદન આપ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ આજનો દિવસ યાદગાર બનવાનો છે અને વર્ષોની લાગણી અને માંગણી ભાજપ સરકારમાં મંજુર થઈ છે એમ જણાવ્યુ હતુ.

આ અવસરે વલસાડ જી.ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ધરમપુર તા.ભાજપ પ્રમુખ કેતન વાઢુ, જી.ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, ડો.ડી.સી.પટેલ, ડો.હેમંત પટેલ, તા.પ.પ્રમુખ રમીલાબેન ગાંવિત, ધરમપુર શહેર ભાજપ પ્રમુખ પ્રણવ શિંદે, તા.ભાજપ મહામંત્રી ધનેશ ચૌધરી, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, પૂર્વ એડિશનલ કલેકટર આઈ.જે.માલી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...