ધરમપુરના મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા ભૂતરૂન અને ખોબાના ધુરા ફળીયાને જોડતા આશરે પાંચ કિમીના બિસ્માર રસ્તાને બનાવવાની માગ બળવત્તર બની છે. ચોમાસામાં બંધ થતાં આ રસ્તાને લઈ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અંતરિયાળ વિસ્તારના ખોબા ગામ અને ધુરા ફળીયાના રહીશો ભૂતરૂન મુળગામ થઈ ધરમપુર તરફ અવરજવર કરતા હોય છે.
ભૂતરૂનના યુવા કમલેશ પારીયા કહે છે બે ગામોને જોડતો વર્ષો અગાઉ બનેલો માટી મેટલ રસ્તો બિસ્માર થયો છે. ચોમાસામાં આ રસ્તા વચ્ચેથી પસાર થતી પાંચ જેટલી ખનકી ડૂબાઉ પુરવાર થતા ધુરા ફળીયાના 40થી 50 ઘરોના રહીશોને ગંભીર બીમારી સહિતના સમયે ડુંગર ચઢી સિંગારમાળ પાયરપાડા આવવું પડતું હોય છે.
અથવા ખોબા થઈ આવવાની સ્થિતિમાં ખપાટીયા, તુતરખેડ થઈ ધરમપુર જવા લાંબો ચકરાવો થતો હોય છે. જેથી ધુરા ફળીયા- ભૂતરુન રસ્તો બને તો ખોબા અને ભૂતરુન આમ બે ગામોને ધરમપુર તથા અન્ય ગામો તેમજ ખેતરમાં જવા માટે એક સુવિધા મળે એમ છે.
ચોમાસામાં ધુરા ફળિયાના લોકોને 25 કિ.મીનો ચક્રાવો આ રસ્તો વર્ષો અગાઉ માટી મેટલનો બનેલો જે ગણા સમયથી બિસ્માર છે. ખેડૂતોને ઘણી તકલીફ પડે છે. ધુરા ફળીયાને ચોમાસામાં ખોબા થઈ ધરમપુર તરફ જવામાં 25 કિમીનો ચકરાવો પડતો હોય છે. ભૂતરુન થઈ આવવાથી સમય અને નાણાં બચી શકે એમ છે.-કમલેશ રામદાસભાઈ પારીયા, ભૂતરૂન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.