તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો હુમલો:ધરમપુરના કરંજવેરીમાં દીપડાએ બકરી ઉપર હુમલો કરી ખેંચી જવાનો પ્રયાસ કર્યો

ધરમપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે પાંજરૂ મુકવા વન વિભાગને લેખિત રજૂઆત કરી

તાજેતરમાં બારસોલ અને મોટી ઢોલડુંગરીમાં દેખાયેલા કદાવર દીપડાને પકડવા વન વિભાગે ગોઠવેલા પાંજરુંના ગણતરીના દિવસોમાં નજીકના ગામ કરંજવેરીમાં પણ દીપડો દેખા દેતા પાંજરું ગોઠવવાની રજુઆત સરપંચ બાળુભાઈ સિંધાએ વન વિભાગને કરી છે. સાથે ગામના હરીશભાઈ બિસ્તુભાઈ ગાંવિતે પણ વન વિભાગને લેખિત રજુઆત કરી છે.

કરંજવેરીના માલઘર ફળીયામાં કાળધીબેન મનુભાઈ ભડાગીયાના ઘરે કોઢારૂમાં બાંધેલી 6 બકરી પૈકી 1 બકરી પર રાત્રે 11 વાગ્યે દીપડાએ ગળાના ભાગે હુમલો કરી ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બકરીનો અવાજ સાંભળી જાગી ગયેલા પૌત્ર ગોવિંદભાઈ રામુભાઈ ગાંવિત અને સ્થાનિકો બેટરી સાથે દોડી આવી બુમાબુમ કરતા દીપડો નાશી છૂટ્યો હતો. દીપડા અંગે સરપંચ, વન વિભાગ અને પશુ દવાખાનામાં કરાયેલી જાણને લઇ બકરીને સારવાર અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો