તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરીની આવક:ધરમપુરમાં અથાણાની કેરીઓનું આગમન

ધરમપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડી હાફૂસ કેરી માર્કેટમાં આવતા હજી થોડો સમય લાગશે

ધરમપુરમાં અથાણા લાયક કેરીઓનું આગમન જોવા મળી રહ્યું છે. કેરીની ધીમા પગલે આવકની શરૂઆત થતા એક્ષ્પોર્ટ સહિતના વેપારી પણ અથાણા લાયક કેરીઓની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ધરમપુરમાં સીઝનનાં પ્રારંભે અથાણા લાયક રાજાપુરી સાથે તોતાપુરી કેરીની આવક થતી હોય છે. ત્યારે ધરમપુરમાં અથાણા લાયક રાજાપુરી સહીત તોતાપુરી અને દેશી કેરીઓની આવક જોવા મળી રહી છે.

વિવિધ વિસ્તારોના ખેડૂત, આંબાવાડીઓનાં માલિકો અથાણા લાયક કેરીનો માલ તૈયાર થતા વેચાણ કરી રહ્યા છે. બીલપુડીમાં શ્રી જલારામ ફ્રૂટ નામક સ્ટોલના છેલ્લા ઘણા વર્ષોથી કેરીનો વેપાર કરી રહેલા વેપારી હરદીપસિંહ રાવલજીના જણાવ્યા મુજબ હાલે પ્રતિ દિન આશરે 30થી 50મણ એક્સપોર્ટ રાજાપુરી, સરેરાશ રાજાપુરી 30થી 35 મણ, 10થી25 મણ તોતાપુરી કેરીઓની આવક થઇ રહી છે. સાથે કેસર, હાફૂસ પણ માર્કેટમાં જથ્થામાં આવતા હજી થોડો સમય લાગશે.

માર્કેટમાં આવી રહેલી કેરીના ભાવ
{રાજાપુરી એક્ષ્પોર્ટ રૂપિયા 1000 થી 1200 { અથાણાની રાજાપુરી રૂપિયા 600થી800 , તોતાપુરી રૂપિયા 700થી800 { કેશર એક્સપોર્ટ રૂપિયા 2000થી2500 { હાફૂસ એક્સપોર્ટ રૂપિયા 1500થી1800, દેશી રૂપિયા 500થી600

આ વર્ષે સારો પાક ઉતરવાની આશા
આ વર્ષે આંબાવાડીઓમાં સારી ફૂટ હોવા છતાં અગાઉ બે વખત થયેલા કમોસમી વરસાદથી કેરી પાકમાં નુકશાન અને ગ્લોબલ વોર્મિંગને લઇ કેરીનો પાક કેટલો આવશે એ હાલે કહી શકાય એમ નથી. પરંતુ સારો પાક ઉતરવાની આશા છે. > હરદીપસિંહ રાવલજી, શક્તિસિંહ રાવલજી ધરમપુર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો