ફરિયાદ:કાંગવી ગામે કંટોલમાંથી ચોખા પ્લાસ્ટિકના નીકળ્યાનો આક્ષેપ

ધરમપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ સહિત આગેવાનોએ મામલતદારને ફરિયાદ કરી

ધરમપુરના કાગવી ગામે રેશનીંગની દુકાનમાંથી વિતરણ કરાયેલા ચોખા પ્લાસ્ટિકના હોવાની ફરિયાદ સરપંચ,તાલુકા પંટાયત અપક્ષ સભ્ય સહિત ગેવાનોએ કરી તપાસની માગ કરી છે.ધરમપુરના કાંગવીમાં સસ્તા અનાજની દુકાનમાંથી વિતરણ કરાયેલા ચોખામાં કથિત પ્લાસ્ટિકના ચોખાના દાણા પણ નીકળ્યા હોવાના ઉલ્લેખ સાથે મામલતદારને લેખિત ફરિયાદ તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ, મરઘમાળ સરપંચ રજનીકાંત પટેલ, આદિવાસી એકતા પરિષદ ધરમપુરના કમલેશ પટેલ, અગ્રણી ઉત્તમભાઈ ગરાસિયા, યોગેન્દ્ર પટેલ, કાંગવીના નવા પંચાયત સભ્યો,યુવાઓએ આપી હતી.

અને વિતરણ કરેલા ચોખા ખાવાથી લોકોના આરોગ્ય પર આડઅસર થવાની ભીતિ વ્યક્ત કરી ત્વરિત તપાસ કરવા માંગ કરાઈ છે. જોકે આ ફોર્ટીફાઇડ ચોખા હોઈ શકે છે છતાં આ બાબતે યોગ્ય તપાસ કરવાની માહિતી મામલતદાર કચેરીમાંથી મળી છે. તા.પં.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે ધરમપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કાંગવી ગામના યુવાનો સાથે મામલતદારને આ બાબતે રજુઆત કરી છે. અને સસ્તા અનાજની દુકાનમાં ચોખામાં પ્લાસ્ટિકના દાણા હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ રહ્યું છે. જેથી તાત્કાલિક એની યોગ્ય તપાસ કરવામાં અમારી લાગણી છે. મરઘમાળના સરપંચ રજનીકાંત પટેલે પણ સારૂ અનાજ મળવું જોઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...