તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ધરમપુરના દાંડવળમાં યુવકને સમાધાન માટે બોલાવ્યા બાદ 4 ઇસમોએ માર માર્યો

ધરમપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લગ્નમાં ઝઘડો થતા વચ્ચે પડેલાને માર્યોની અદાવત હુમલો કરાયો

દાંડવળ ગામના મૂળગામ ફળિયાના માહદુભાઈ ગોપજીભાઈ માંગીના દીકરા રાજેશને ગામના રાનપાડા ફળિયાના અલકેશ દાહવળ, સોનુ દાહવળ, સુરેશ દાહવળ અને વિટેશ દાહવળનાઓએ રાતના લગ્નમાં બીજા માણસ સાથે થયેલા ઝગડામાં વચ્ચે કેમ પડેલા એમ કહી માર માર્યો હતો. રાજેશ અને તેની પત્નીની બુમો સાંભળી દોડી ગયેલા રાજેશના પિતા માહદુભાઈ અને અન્યોએ વચ્ચે પડી છુટા પાડયા હતા.

આ દરમ્યાન જમીન પર પડી જતા રાજેશને માથામાં કઈક વાગી જતા ઇજા થઇ હતી. ગત તા.07-02-2021ના રોજ સવારે ઉપરોક્ત ચારે ઈસમોએ ઘરે આવી રાજેશને રાત્રે લગ્નમાં થયેલી બોલાચાલી બાબતે ફળીયામાં બેઠક બેસી સમાધાન કરવાનું છે જેથી સાથે ચાલો એમ કહેતા રાજેશ તેમની સાથે જવા નીકળતા તેની પત્ની પ્રતિક્ષા પણ સાથે ગઈ હતી. જે બાદ રાજેશને માર મરાયો હતો. આ અંગે માહદુભાઈ માંગીએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો