ચૂંટણી:ધરમપુર વિધાનસભા બેઠકની ચૂંટણી માટે કુલ 14 ફોર્મ ઉપડ્યા

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપ-1, ભાજપ3, કોંગ્રેસ5, BSP1, BTP1, CPI 1 તથા અપક્ષ 2

ધરમપુર વિધાનસભા બેઠક માટે અત્યાર સુધીમાં વિવિધ રાજકીય પક્ષો તથા અપક્ષ મળી કુલ 14 દાવેદારોએ ઉમેદવારી પત્રો મેળવ્યા હતા. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની આગામી 01ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં 178-ધરમપુર વિધાનસભા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આપ, BSP, BTP, CPI(ML) તથા અપક્ષ દાવેદારોએ અત્રેની પ્રાંત કચેરીએથી ફોર્મ મેળવ્યા હતા. જેમાં આપ-01, ભાજપ-03, કોંગ્રેસ- 05, BSP-01, BTP-01, CPI(ML)-01 તથા અપક્ષ-02 મળી કુલ 14 ફોર્મ ઉપડી ગયા હતા. જોકે હજુ પણ ફોર્મની સંખ્યામાં સંભવિત વધારાની શકયતા વચ્ચે રાજકીયપક્ષો દ્વારા ઉમેદવારની સત્તાવાર જાહેર થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ શકે એમ છે.

જોકે આપ સહિત અમુક રાજકીય પક્ષોના ઉમેદવારની જાહેરાત થઈ છે. ભાજપના સીટીંગ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ગણદેવી ભાજપ પ્રભારી ગણેશભાઈ બિરારી તથા બામટીના અગ્રણી દિનેશભાઇ નારણભાઈ મળી ભાજપ માટે ત્રણ ફોર્મ ઉપડ્યા હતા. વલસાડના પૂર્વ સાંસદ તથા પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ કિશનભાઈ પટેલ, વલસાડ જી.પ. વિરોધપક્ષ નેતા રમેશભાઈ પાડવી, ખારવેલ સરપંચ રાજેશ પટેલ, ધરમપુર તા.કોંગ્રેસ સમિતિ પ્રમુખ સુરેશભાઇ પટેલ તથા ઓઝરના રમેશભાઈ પટેલ મળી કોંગ્રેસ માટે કુલ 05 ફોર્મ દાવેદારોએ લીધા હતા. આ સાથે કમલેશ પટેલે આપ પક્ષ માટે ફોર્મ મેળવ્યું હતું. જ્યારે CPI(ML), BSP અને BTPએ એક એક ફોર્મ મેળવ્યા હતા. બીજી તરફ ધરમપુર તા.પ.અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અપક્ષ ફોર્મ મેળવ્યા બાદ કોંગ્રેસમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...