વાપી એસઓજીની ટીમે પૂર્વ બાતમી આધારે ધરમપુર હાથીખાના પાસેથી આશરે 3 હજાર કીલોથી વધુ સરકારી ઘઉં અને ચોખા ભરેલો ટેમ્પો સાથે મૂળ રાજસ્થાનના ગુર્જર બંધુની ધરપકડ કરી હતી. વાપી એસઓજીની ટીમે ધરમપુરના બોપીના અને મૂળ રાજસ્થાનના સંપતલાલ સુવાલાલ ગુર્જર તથા મૂળ રાજસ્થાન અને હાલ કાઠીપાડા ગામ સુરગાણા મહારાષ્ટ્રના પ્રભુલાલ ચુનીલાલ ગુર્જરને ધરમપુર હાથીખાના ત્રણ રસ્તા ઉપરથી પકડી પાડી તેમના કબજા હેઠળના પિકઅપ ટેમ્પો નં GJ-1 -AV- -AV- સરકારી માર્કા/લખાણ વિનાની અન્ય યુરિયા તથા વસુધારા દાણના કોથળામાં ભરેલ સરકારી અનાજ ઘઉંની ગુણીઓ નંગ-52 વજન 2351.78 કિલો કિંમત રૂપિયા 58,794 તથા ચોખાની ગુણીઓ નંગ-30 વજન 1490.82 કિલો કિંમત રૂપિયા 29,816 નો માલ મળી આવતા આ અનાજની હેરાફેરી માટે કોઇ બિલ કે ઇનવોઈસ કાગળો ન હોય પોલીસે અનાજનો જથ્થો,ટેમ્પો તથા બે મોબાઈલ કિંમત રૂ. 10 હજાર મળી કુલ કિંમત રૂ. 5,98, 610નો મુદ્દામાલ પકડી પાડી તપાસ અર્થ કબજે કર્યો હતો.
અલગ ગામથી અનાજ ભરી વાંસદાના નારાયણલાલ ગુર્જરને પહોચાડવાના હતા
પોલીસે પકડાયેલા બંને ઇસમોને આ ઘઉં-ચોખાનો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં કોને પહોચાડવાના પુછતા ક્લીનર પ્રભુલાલ ગુર્જરે જણાવ્યું હતું કે બોપીમાં કિરણાની દુકાન ચલાવતા મિત્ર સંપતલાલ ગુર્જર સાથે મળી અરણાઈ ગામના શોભાલાલ કુમાવત તથા નારાયણ બાલુ કુમાવત તેમજ આમધા ગામના પ્રકાશ કુમાવત, પાનસ ગામના જેઠાલાલ કુમાવત અને કાજલી ગામના વિનોદ કુમાવત પાસેથી અલગ અલગ વજનના ઘઉં, ચોખા ખરીદી પિકઅપમાં ભરી વાંસદાના ઉંમરકુઈ બાલાજી એન્ટરપ્રાઈઝના નારાયણલાલ ગુર્જરને પહોચાડવા નીકળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.