તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધરમપુરથી 70 હજારના ઘઉંનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપાયો

ધરમપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 3500 કિલો જથ્થા સાથે ચાલક સહિત 3ની ધરપકડ
 • પોલીસ પેટ્રોલિંગમાં બોપી ગામથી સફળતા મળી

ધરમપુર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન બોપીથી મોળાઆંબા તરફ જતા રસ્તા ઉપરથી રૂપિયા 70 હજારની કિંમતનો 3500 કિલો ઘઉંનો જથ્થો ભરેલો ટેમ્પો અને ચાલક સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી માટે ધરમપુર પુરવઠા વિભાગને કબ્જે કરેલો મુદ્દામાલ રિપોર્ટ સાથે સોંપ્યો હતો.

ધરમપુર પોલીસે હનમતમાળ ઓપી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બોપી ગામના વડપાડા ફળીયાથી મોળાઆંબા તરફ જતા રોડ ઉપર હનમતમાળ તરફથી આવી રહેલા ટેમ્પો નંબર GJ-06-AV-9961ને રોકી કરેલી તપાસમાં અંદર ઘઉં ભરેલા બાચકા હોવાથી ઘઉં બાબતે બિલ માંગતા હાલ ચરવણી અને મૂળ રાજસ્થાનના ટેમ્પો ચાલક રાજુ ગુજ્જર તથા સાથે બેસેલા શ્યામલાલ ગુજ્જર અને હાલ બરુમાળ અને મૂળ રાજસ્થાનના તેજમલ ગુજ્જર બિલ અથવા કોઈ આધાર પુરાવો રજૂ નહીં કરી શક્યા હતા. જેથી ઘઉં ભરેલા 70 બાચકા ત્રણે ઈસમોએ કોઈક જગ્યાએથી ચોરી અથવા છળકપટથી મેળવ્યો હોવાનું જણાતા પોલીસે 3500 કિલો ઘઉ કિંમત રૂપિયા 70,000 અને ટેમ્પો કિંમત રૂપિયા 2,00,000 CRPC કલમ 102 મુજબ કબ્જે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો