તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજનનો રસ્તો...:ધરમપુર-વિલ્સન હિલ વચ્ચેનો રમણીય રસ્તો, દરિયાઈ સપાટીથી 2300 ફૂટ ઊંચાઈ પર પથરાઈ લીલી વનરાજીની ચાદર

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધરમપુરથી વિલ્સન હિલ જતા ઘાટ અને વળાંક સાથેનો સર્પાકાર રસ્તો - Divya Bhaskar
ધરમપુરથી વિલ્સન હિલ જતા ઘાટ અને વળાંક સાથેનો સર્પાકાર રસ્તો

ધરમપુરથી 25 કિમીના અંતરે આવેલા પ્રખ્યાત રમણીય ગિરિમથક વિલ્સન હિલ પ્રવાસીઓના આકર્ષકનું કેન્દ્ર રહ્યું છે. દરિયાઈ સપાટીથી 2300 ફૂટ ઊંચાઈ પર આવેલા વિલ્સન હિલની મુલાકાતે દૂરદૂરથી પ્રવાસીઓ આવતા હોય છે. જોકે, કોરોના મહામારીને લઇ મુલાકાતી માટે હાલમાં પ્રવેશ બંધ છે. ધરમપુરથી વિલ્સન હિલ જતા ઘાટ અને વળાંક સાથેના સર્પાકાર રસ્તા પરથી પસાર થવાનો રોમાંચ અલગ હોય છે.

વિલ્સન હિલની મુલાકાતમાં સનસેટ પોઇન્ટ પરથી સૂર્યાસ્તનો નજારો અલગ હોય છે. વિલ્સન હિલની કલાત્મક છત્રી સાથે પ્રવાસીઓ અચૂક તસવીરો કેમેરામાં કંડારતા હોય છે. ગિરિમથક પ્રવાસન સ્થળો મહાબળેશ્વર, પંચગીનીની સમકક્ષ હોવાની પ્રતીતિ કરાવે છે. ચોમાસામાં અહીં આવતા પ્રવાસીઓને વિલ્સન હિલના ટેબલ ટોપ વિસ્તારમાંથી જોવા મળતો પંગારબારી રેન્જના અંદાજે 12 હજાર હેકટરના સહ્યાદ્રીની પર્વતમાળા વન વિસ્તાર પૈકીનો સુંદર અને નયનરમ્ય હારમાળાએ લીલી ચાદર ઓઢી હોવાની પ્રતીતિ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...