ફરિયાદ:ધરમપુરના અંતિરિયાળ ગામની સગીરાને સંબંધી જ ભગાડી ગયો

ધરમપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધરમપુરના અંતિરિયાળ ગામની સગીરાને સંબંધી જ ભગાડી ગયો

ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામનો પરીવાર ગત તા 19-04-2022ના રોજ રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યે સુઈ ગયા હતો. બીજા દિવસે વહેલી સવારે આશરે છ વાગ્યે ઉઠેલી માતાને તેમની 17 વર્ષીય સગીરા દીકરી જોવા નહીં મળતા પતિને જાણ કરી હતી. જેથી પતિએ તેમની સગીરા દીકરી ઘર નજીક કોઈ કામ અર્થે ગઈ હશે અને થોડી વારમાં આવી જશે એમ કહ્યું હતુ.

જોકે સવારે આંઠ વાગ્યા સુધી ઘરે પરત નહીં ફરેલી સગીરાને લઈ પરિવારે ફળીયા તથા ગામ અને સગાસબંધીઓને ત્યાં ફોનથી તપાસ કરતા સગીરા ત્યાં નહીં ગઈ હતી એમ જાણવા મળ્યું હતું. ત્યારબાદ ત્રણ દિવસ બાદ સગીરા સાથે ચીખલી તાલુકાના એક ગામે હોસ્ટેલમાં રહેતી તેણીની બહેનપણી મારફતે વાતવાતથી સગીરાને એક છોકરો મળવા આવતો હોવાની જાણ થઈ હતી.

જેથી પરિવારે ખાનગી રાહે કરેલી તપાસમાં સગીરાના પિતાના ભાઈની પત્નીનો ભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ચાર પાંચ દિવસ બાદ મહારાષ્ટ્રના આ વિપુલ નામના છોકરાના ઘરે જઈ પરિવારે તપાસ કરતા છોકરો પણ નહીં મળ્યો હતો. જેથી સગીરાને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેમના વાલીપણામાંથી મહારાષ્ટ્રનો વિપુલ અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ ધરમપુર પોલીસ મથકે આપી છે.

અન્ય સમાચારો પણ છે...