તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધરમપુર માજી કાઉન્સિલરની દુકાનમાંથી અખાધ્ય ગોળ - નવસારનો જથ્થો ઝડપાયો

ધરમપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.59 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ધરમપુરના વાલોડ ફળિયામાં સાંઈકૃપા કરીયાણા સ્ટોરની દુકાનમાં અખાધ્ય ગોળ અને નવસારનો જથ્થો દુકાનના માલીક પૂર્વ પાલિકા સભ્ય સુનિલ બાબુભાઈ મોદીએ ઉતાર્યો હોવાની મળેલી બાતમીના આધારે PSI એ.કે. દેસાઈ રેડ પાડતા સાંઈકૃપા કરીયાણા સ્ટોરની દુકાનમાં પાછળના રૂમમાં તથા દુકાનની પાછળ બનાવેલા દીવાલવાળા બંધ શેડમાં અલગ અલગ ત્રણ થપ્પી મારેલા પુઠાના બોક્ષમાં ચાકાઓ(ભેલી) વાળો ગોળના બોક્ષ નંગ- 292 કુલ ભેલીઓ નંગ- 5612 કુલ વજન 5050 કિલો 800 ગ્રામ કિંમત રૂપિયા 1,51,520 તથા 50 બોક્ષમાં નવસારની પાટ વજન 75 કિલો કિંમત રૂપિયા 7500 મળી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ગોળ અને નવસાર કુલ વજન 5125 કિલો 800 ગ્રામ કુલ કિંમત રૂપિયા 1,59,020 પકડી પાડ્યો હતો.

પોલીસે ગોળ અને નવસારને લઈ FSLઅધિકારીને જાણ કરતા આવેલા અધિકારીએ ગોળ અને નવસારનું નિરીક્ષણ કર્યું હતું. આ અંગે પોલીસકર્મી ઘનશ્યામભાઈ આલા ભાઈએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે. પાલિકાના માજી સભ્યના દુકાનમાંથી ગેરકાયદે રખાયેલો સામાન મળતા ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...