તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધરમપુરના આંબાતલાટના ગોભાલપાડા ફળીયામાં મનાભાઈ રડકાભાઈ ગોભાલના બે ગાળાના મકાનમાં બુધવારે સાંજે સવા પાંચ વાગ્યે અચાનક આગ લાગી હતી. ખેતરમાં અને મજૂરી કામે પરીવાર ગયો હતો. આ દરમ્યાન બંધ ઘરમાં લાગેલી આગમાં રોકડ રકમ અને ઘરવખરી બળી જતા લાખોનું નુક્સાન થવાની માહિતી મળી છે.મકાનમાંથી ધુમાડો નિહાળી દોડી આવેલા સ્થાનિક રહીશોએ મકાનના કોઢારમાં બાંધેલા બે બળદને છોડી ત્રણ મોટર ચાલુ કરી આશરે બેથી ત્રણ કલાક આગ ઓર પાણીનો છંટકાવ કરી ભારે જહેમતને અંતે આગ ઓલવી હતી.
આગને લઈ મકાન સમેત રોકડ રકમ, કબાટ, કોચપલંગ, ખાટલા, ડાંગર, ટીવી,કપડા, ગાદલા બળી જતા પરીવારને ભારે નુકશાન થવાની માહિતી સ્થાનિક અગ્રણી અને પૂર્વ સરપંચ ધીરુભાઈ ઈકલભાઈ ગાંવિતે આપી હતી. આગની ઘટનાની થયેલી જાણને લઇ સર્કલ ઓફિસર સુભાષભાઈ ચૌધરીએ સ્થળ તપાસ કરી પંચક્યાસ કર્યો હતો. પોલીસ મથકે ગયા બાદ મનાભાઈએ ઘટના અંગે જાણવાજોગ આપી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.