તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ધરમપુરના 250 દર્દીઓને તબીબ દંપતીએ કોરોનામાં નવજીવન બક્ષ્યું

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સ્ટેટ હોસ્પિટલમાં કોરોનાની મફત સારવાર કરી
  • હોસ્પિટલમાં દર્દીઓને આપેલી મફત દવાથી સાજા કર્યા

મુંબઇમાં તબીબી અભ્યાસ કર્યા બાદ તબીબ દંપતીએ પોતાની કર્મભૂમિ ધરમપુર બનાવી હતી. હાલમાં જ કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને બેડની સુવિધાના અભાવે દર્દી અને તેમના પરિવારને હાલાકી ભોગવવી પડી હતી. એવા સંજોગમાં આ તબીબ દંપતીએ પોતાની હોસ્પિટલની સાથે સરકારી સ્ટેટ હોસ્પિટલમાં પણ દર્દીની સારવાર કરીને 250થી વધારે દર્દીને નવજીવન બક્ષ્યું હતું. ધરમપુરની હોસ્પિટલના સેવાભાવી તબીબ દંપતીએ સરકારી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવારની સેવા આપી માનવતા મેહકાવી છે.

વિનામૂલ્યે સારવારની સાથે ઈન્જેકશન સહિત દવાઓ પણ ગરીબ દર્દીઓને મફત આપી છે. ધરમપુરની આશ્રય હોસ્પિટલના તબીબ ડો.નિશિથ વ્હોરા અને તેમની પત્ની ડો.ભાવનાબેન વ્હોરાએ કોરોનાની બીજી લહેરમાં સ્ટેટ હોસ્પિટલમાં દાખલ દર્દીઓઓની વ્હારે આવી સવાર સાંજ વિના મુલ્યે સારવાર આપી છે. દાતાઓએ આ સંકટના સમયમાં સામેથી આપેલા સહયોગથી ઓક્સિજન, કોરોનાની દવા, ઇન્જેક્શનની મફત સારવાર આપી છે.

આશ્રય હોસ્પિટલમાં દાખલ 25 કોવિડ-19ના દર્દીઓને ઓક્સિજન, ઇન્જેક્શન દાતાઓના સહયોગથી મફત આપ્યા છે. પ્રાથમીક તબક્કાના કોરોના પોઝિટિવ દર્દીઓને મફત દવા આપી હોમ કોરોન્ટાઇનથી ગંભીર સ્થિતિમાં જતા અટકી શક્યા છે. કોરોના દર્દીઓની ડી-ડીમર સહિતની લેબોરેટરી તપાસ પણ રાહત દરે કરાવી આપી હતી.

મુખ પર સંતોષ દેખાતા મહેનત સાર્થક લાગી
મુંબઈમાં અભ્યાસ કરી ગામડાઓમાં તબીબી સેવા આપવાના આશય સાથે અમે અહીં આવ્યા હતા. કોરોના કાળમાં અસંખ્ય દર્દની વિકટ પરિસ્થિતિના સમયે અમે કામ નહીં આવીએ તો અહીં અમારું આવવું વ્યર્થ લાગે. દર્દીની મુંઝવણનો સારી રીતે જવાબ આપવાથી એમના મુખ પર આવતા સંતોષના ભાવથી મહેનત સાર્થક થતી લાગી હતી.>ડો.નિશિથ વ્હોરા, ડો.ભાવનાબેન વ્હોરા MD ધરમપુર

અન્ય સમાચારો પણ છે...