તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:યુથ ફેસ્ટિવલમાં 5 હજાર યુવાનોએ ભાગ લીધો

ધરમપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના વર્ચ્યુઅલ ગ્લોબલમાં 20 દેશના લોકો જોડાયા

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા 14 સુપ્રસિદ્ધ માર્ગદર્શકો અને વકતાઓને સમાવિષ્ટ કરતું અત્યાધુનિક SRMD વર્ચ્યુઅલ ગ્લોબલ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેનારા 20થી વધુ દેશોના 5000થી વધુ યુવાઓએ ભાગ લીધો હતો. આ વર્ચ્યુઅલ સંમેલનમાં યુવાઓને આધ્યાત્મિક વિવેક સાથે સાંકળતા ગુરૂદેવ રાકેશભાઈ દ્વારા એક અનોખું વક્તવ્ય રજૂ કરવાની સાથે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી(BAPS), બ્રહ્મકુમારી સીસ્ટર શિવાની અને ઈસ્કોનના પૂ.ગૌર ગોપાલદાસ સંતોએ પણ બોધવચન આપ્યા હતા.

કૈલાશ ખેર સહિતના સુપ્રસિદ્ધ કલાકારોએ કાર્યક્રમમાં સંસ્કૃતિનો રંગ ઉમેર્યો હતો. અત્યાધુનિક મંચ - ‘એરમીટ’ દ્વારા ફેસ્ટિવલમાં ભાગ લેનારાઓ વ્યક્તિગત શિક્ષણ અને વૈશ્વિક સહભાગીઓને વ્યક્તિગત રીતે મળવા 25થી વધુ વર્ચ્યુઅલ બ્રેકઆઉટ રૂમો ખાસ તૈયાર કર્યા હતાં. 24કલાકમાં આવા 500થી વધુ બ્રેકઆઉટ રૂમોમાં સ્વ-નિરીક્ષણ, સુખાકારી, રમૂજ અને અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. આ ગ્લોબલ યુથ ફેસ્ટિવલ દ્વારા એકત્રિત થયેલી સંપૂર્ણ ધનરાશિ શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના મહિલા સશક્તિકરણ અભિયાનો દ્વારા થતાં દક્ષિણ ગુજરાતની જરૂરિયાતમંદ મહિલાઓના ઉત્થાનમાં વપરાશે.

યુવાઓમાં પ્રચંડ ઉર્જા, ઉત્સાહ અને શક્તિ
આજના યુવાઓમાં પ્રચંડ ઉર્જા, ઉત્સાહ અને શક્તિ છે. તેમની પાસે ધગશ છે, પરંતુ તેમને દિશાની આવશ્યકતા છે. તેમની પાસે પાંખો છે અને સાથે જ જો તેમને દ્રષ્ટિ પણ આપવામાં આવે તો તેઓ આધ્યાત્મિક ગગનમાં દૂર અને ઊંચી ઉડાન ભરી શકે તેમ છે. -ગુરૂદેવ રાકેશભાઈ, શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો