તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ધરમપુરના 42 દિવ્યાંગ બાળકોને 2 લાખના વીમા યોજનાનું કવચ અપાયું

ધરમપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યના પ્રયાસથી દસ વર્ષના પ્રીમિયમ ભરવાની જાહેરાત

ધરમપુરના કરંજવેરી સ્થિત ગિરિજન અંધજન શાળાના 42 દિવ્યાંગ બાળકો માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 10 વર્ષ સુધીનું પ્રિમીયમ બાળકોના ખાતામાં નાખવાની જાહેરાત ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કરી છે.

પીએમ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ચાલતા સેવાસપ્તાહ કાર્યક્રમ અંતર્ગત અંધજન શાળામાં દિવ્યાંગ બાળકોને હૂંફ આપવા અને પ્રોત્સાહિત કરવા સંગઠનના હોદ્દેદારો સાથે શાળાની મુલાકાતમાં ધારાસભ્યએ રૂપિયા બે લાખના વીમા કવચના પ્રીમિયમ ભરવાની આપેલી ખાતરીને અંધજન શાળા પરિવારે વધાવી હતી. વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ કેતન વાઢુ સહિત ભાજપ પરિવારે શાળાની મુલાકાતમાં જોડાઈ બાળકોને ફ્રુટ પેકેટ, માસ્ક આપ્યા હતા. આ અવસરે ધારાસભ્યએ દિવ્યાંગ બાળકોની જરૂરીયાત મુજબના સાધનો અંગે સૂચન માંગી વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી. આમ ધરમપુર તાલુકાની કરંજવેલી ગામની ગિરજન અંધશાળામાં ભણતા 42 દિવ્યાંગ બાળકોનું ભાવી સુરક્ષિત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...