સ્થાળાંતર:ધરમપુર કોઠી ફળીયાના 40 વ્યક્તિનું સ્થાળાંતર કરાયું

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં તણાંતા બાઇક-કારચાલકનું રેસ્કયું

ધરમપુરમાં કોઠી ફળીયામાં રાત્રે ચાર ઘરોમાં પાણી ભરાવાની શક્યતાને લઈ પાલિકાની ટીમ સ્થળ ઉપર જઈ પાલિકા સંચાલિત મેરેજ હોલમાં ખસેડયા હતા. આજે અગમચેતીના ભાગરૂપે 40 વ્યકતિઓને મેરેજ હોલમાં ખસેડી જમવાની વ્યવસ્થા કરી હતી. નગરના ધોબીધોવાણમાંથી પસાર થતી સ્વર્ગવાહીની નદી પુલ નજીક રાત્રે ફસાયેલી કારનું રેસ્ક્યુ પાલિકા ફાયર વિભાગના લાશ્કરોએ કર્યું હતું. આ ઉપરાંત રાત્રે દોઢ વાગ્યે પાણીમાં ખેંચાઈ રહેલી બાઇક નિહાળી સ્થાનિકોએ મદદ કરી બચાવ્યા હતા. સ્મશાનભૂમિથી ઓઝરપાડા જતા રસ્તા પરનો પુલ ડૂબ્યો હતો. રાજમહેલ રોડ ઉપર પાણીનો ભરાવો થતા ડિવાઈડર તોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...