ધરપકડ:ધરમપુરમાં ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહી રિફીલિંગ કરતા 3 ઝડપાયા

ધરમપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો

ધરમપુર વિસ્તારમાં SOG વલસાડ (કેમ્પ વાપી) એસ.ઓ.જી. ચાર્ટરને લગતી કામગીરી અર્થે પેટ્રોલિંગમાં હતા.ત્યારે વલસાડ રોડ રામવાડીમાં મંદિરની સામે કમ્પાઉન્ડમાં પિક અપ નંબર GJ-15-AY-1138ના ફાલકા બનાવેલી લોખંડની ટાંકીમાં પેટ્રોલિયમ પ્રવાહી ભરેલું અને ટાંકી સાથે રીફીલિંગ પંપ ફિટ કરી ત્રણ ઈસમો ગેરકાયદે પ્રવાહી એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે રિફીલિંગ કરી આપતા હોવાની બાતમી મળી હતી.

બાતમીના આધારે SOGએ પિકઅપમાંથી રીફીલિંગ પંપથી ટ્રકની ડિઝલ ટાંકીમાં અનધિકૃત રીતે ફાયર સેફટીના સાધનો નહીં રાખી રીફીલિંગ કરતા શાંતિલાલ ડાહયાભાઈ આહીર મૂળ ભુજના હાલ રહે.ધર્મુદાદા પાર્ક ધરમપુર તેમજ તેને ત્યાં નોકરી કરતો સાવરમાળનો મયુર પવાર અને MH-13-AX-4795 ટ્રકનો ચાલક મહારાષ્ટ્રનો ધનાજી ભાગવત નિકમની અટક કરી હતી.પૂછપરછમાં શાંતિલાલ આહિરે પિકઅપની લોખંડની ટાંકીમાં મિક્ષ મિનરલ હાઇડ્રો કાર્બન ઓઇલ ભરેલું હોવાનું જણાવી બિલ રજૂ કર્યું હતું.

FSL અધિકારીએ પિકઅપની લોખંડની ટાંકી અને ટ્રકની ડીઝલ ટાંકીમાં ભરેલા પ્રવાહીની ચકાસણી કરતા જ્વલનશીલ હોવાનું જણાયું હતું. પોલીસે પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો 750 લિટર રૂપિયા 52,500, પિક અપ કિંમત રૂપિયા પાંચ લાખ, રીફીલિંગ પંપ કિંમત રૂપિયા 25 હજાર, અને ટ્રક કિંમત રૂપિયા દસ લાખ, ત્રણ મોબાઇલ મળી કુલ કિંમત રૂપિયા 16,02,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...