દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા ગણાતા આશરે 360 દુકાનથી સજ્જ ધરમપુરની બામટી કેરી માર્કેટમાં ધીમા પગલે કેરીની આવક શરૂ થઈ છે. જોકે નહિવત વેપારીઓને લઈ સ્ટોલ ધારકોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. એક તરફ કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની અસર તથા અસહ્ય ગરમીને લઈ આ વર્ષે ઓછા કેરી પાકને લઈ ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
બીજી તરફ આ વર્ષે આશરે એક મહિનો મોડી સિઝનને લઈ હાલ કેરીના ઊંચા ભાવ આવનારા દિવસોમાં માલની આવક વધતા થોડા નીચા જવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે. બામટી કેરી માર્કેટની 360 પૈકી 270 જેટલી દુકાનો અખાત્રીજના શુભ દિવસથી શરૂ થઈ છે. સહકારી ક્ષેત્રના આગેવાન જીવાભાઇ આહીર કહે છે હાલે દૈનિક છથી સાત હજાર મણ કેરીની આવક જોવા મળી રહી છે. અને 15 તારીખ પછી વધુ આવક થવાની શકયતા વ્યકત કરી હતી.
10મેથી આવક વધશે
રોજ 400થી500 મણ માલ આવે છે. મહારાષ્ટ્રથી આવતા વેપારીઓ ઓછા આવે છે. કેનિંગ હજુ શરૂ નથી થઈ. 10 તારીખથી માલની આવક વધી શકે છે.> રામસિંગ, વેપારી
ભાવ પ્રતિ મણ | |
કેસર | 1200થી 1800 |
હાફૂસ | 1000થી 1500 |
દશેરી | 800થી 1300 |
દેશી | 800થી 1300 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.