કોરોના અપડેટ:સંઘ પ્રદેશ દાનહ- દમણમાં એકપણ કોરોનાનો કેસ નહીં, વેક્સિનેશન વધુ

સેલવાસ/ દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાપી તાલુકામાં એક જ દિવસમાં 15 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી

દાનહમાં શુક્રવારે એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો.પ્રદેશમાં હાલમાં 4 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 5905 કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. પ્રદેશમાં આરટીપીસીઆરના 191 નમૂનાઓ લેવાયા હતા. જેમાથી એકપણ વ્યક્તિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો નથી. રેપિડ એન્ટિજન 377 નમૂના લેવામા આવ્યા હતાં. દાનહ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા પીએચસી સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરમા કોવીશીલ્ડ વેક્સિનેશનની ડ્રાઇવ ચાલી હતી.જેમા શુક્રવારેે 5524 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

અત્યાર સુધીમાં દાનહમાં પ્રથમ ડોઝ 373777 અને બીજો ડોઝ 94434 વ્યક્તિઓએ લીધો છે. કુલ 468211 લોકોને વેક્સિન આપવામાં આવી છે. દમણમાં પણ કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. શુક્રવારે દમણના પાંચ કેન્દ્રો પર વેક્સિનેશનમાં કુલ 5612 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.

સરકારી પ્રાથમિક વિદ્યાલય ભીમપોર સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર મોટી દમણ, ડીઆઇજી હોલ, સોમનાથ મંદિર, ઘેલવાટ સ્પોટર્સ કોમ્પલેક્ષ ડાભેલ ખાતે વેક્સિનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લીધી હતી. જયારે વાપી તાલુકામાં શુક્રવારે એક જ દિવસમાં 15 હજારથી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. વાપી તાલુકો વેક્સિનેશનમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...