તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:દમણની ગોઝારી પુલ દુર્ઘટનાની 13મી વર્ષીએ કેન્ડલ માર્ચ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ

દમણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2003માં પુલ તૂટતા 28 વિદ્યાર્થી સહિત 30ના મોત થયા હતા

13 વર્ષ પૂર્વે 28મી ઓગસ્ટ 2003ની બપોરે દમણગંગા નદીનો પુલ તૂટી જતા 28 વિદ્યાર્થી સહિત 30 લોકોએ જાન ગુમાવ્યા હતા. આ ગોઝારી ઘટનાને દરવર્ષે કાળો દિવસ તરીકે ઉજવે છે. દુર્ઘટનાની 13મી વરશીએ શનિવારે સાંજે કેન્ડલ માર્ચ કાઢીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.નાની અને મોટી દમણને જોડતો દમણગંગા નદીનો બ્રિજ વર્ષ 2003ની 28મી ઓગસ્ટના બપોરે પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. જેમાં મોટીદમણ સ્થિત એક સ્કૂલની બસમાં સવાર 28 વિદ્યાર્થીઓ, એક શિક્ષક સહિત 30 લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા.

આ ગોઝારી ઘટનાને દમણવાસીઓ દરવર્ષે બ્લેક દિવસ તરીકે ઉજવણી કરે છે. માસુમ બાળકોના મોતને ન્યાય મળે એ આશયથી વિક્ટિમ કમિટીની રચના કરી હતી જે હજુ પણ ન્યાય માટે લડત ચલાવી રહી છે. 30 નિર્દોષ જિંદગીનો ભોગ લેનાર આ દિવસની યાદમાં શનિવારે નાની દમણના ધોબી તળાવથી કેન્ડલ માર્ચ કાઢી હતી જે સાઇબાબા મંદિર સુધી પહોંચી મોતને ભેટેલા બાળકો સહિત તમામને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા હતા.

ન્યાય ન મળતા કેશવ બટાકે આક્રોશ વ્યક્ત કર્યો
આ પ્રકરણમાં ભારત સરકારે વર્ષ 2007માં પ્રશાસનને લેખિત આદેશ મોકલી આપ્યો હતો. અત્યાર સુધીમાં અનેક પ્રશાસક બદલાયા છતાં હજુ પણ વિક્ટિમને ન્યાય મળ્યો નથી. કેશવ બટાકના જણાવ્યા મુજબ પુલ દુર્ઘટના માટે જવાબદાર અધિકારીને આટલા વર્ષો પછી કોઇ સજા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...