તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહસ્ય ખુલશે:દમણ કનેકશનને લઇ હજુ પણ મોટા ખુલાસાઓ થઇ શકે છે

દમણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દમણના ઉદ્યોગપતિના બંગલાથી કાર કબજે કરાઇ હતી થાણેના ઓટો પોર્ટ્સ ડીલ મનસુખ હિરનની હત્યાના કેસમાં સસ્પેન્ડેડ એપીઆઇ સચીન વાઝેની તપાસના ભાગરૂપે એટીએસ દ્વારા મંગળવારે દમણના ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના બંગલામાંથી વોલ્વો કાર નં.એમએચ-05-ડીએચ-6789 કબજે કરાઇ હતી. કારના મુળ માલિક મુંબઇના વેપારી મનીષ ભતીજાના જણાવ્યા મુજબ તેમણે આ કાર તેમના કાકા ઇસ્માઇલ ધારીવાલને આપી હતી અને કાકાએ મિત્ર અનિલ અગ્રવાલને કાર આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ઉદ્યોગપતિના પુત્રને પૂછપરછ બાદ છોડી દીધો
દમણના ઉદ્યોગપતિના બંગલામાંથી વોલ્વો કાર મળ્યા બાદ એટીએસની ટીમ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલના પુત્ર અભિષેક અગ્રવાલને તપાસ માટે લઇ જતા સંઘપ્રદેશમાં ભારે ચર્ચા ફેલાઇ હતી. જોકે પૂછપરછના બે દિવસ બાદ શરતોને આધિન મુંબઇ પોલીસે ઉદ્યોગપતિના પુત્રને છોડી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આર્થિક વ્યવહારોની હવે NIA તપાસ કરશે
સચીન વાઝે કેસમાં દક્ષિણ મુંબઇના કેટલાક હવાલા ઓપરેટરો એનઆઇએના રડાર પર છે. આ હવાલા ઓપરેટરો ગુજરાતના કેટલાક અન્ય ઓપરેટરો સાથે સતત સંપર્કમાં છે. એનઆઇએને શંકા છે કે, છેલ્લા એક મહિનામાં હવાલા ઓપરેટરો દ્વારા અનેક હવાલા વ્યવહાર કરવામાં આવ્યાં છે, જેની વાઝેને ખબર હતી. આ શેનો આર્થિક વ્યવહાર હતો જેમના નાણાં હવાલા આંગડિયા દ્વારા મોકવામાં આવ્યાં હતાં. હવે તપાસ એજેન્સી કેટલી રકમ કોની હતી તેની માહિતી એકત્ર કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો