તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:દમણની સ્થાનિક ન્યૂઝ ચેનલની ઓફિસમાં યુવકે ફાંસો ખાધો

દમણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાત્રીએ ઘરે ન પહોંચી ઓફિસમાં રોકાણ કર્યુ હતું

દમણની એક સ્થાનિક ન્યૂઝ ચેનલની ઓફિસમાં 32 વર્ષના યુવકની રવિવારે સવારે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી છે. દમણ પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાત્રીએ યુવક ઓફિસમાં જ રોકાઇ ગયો અને પંખા સાથે લટકીને ફાંસો ખાધો હતો. મૃતક યુવક ઉમેશ પટેલની ઓફિસમાં નોકરી કરતો હતો. હાલ આપઘાતનું કોઇ ચૌક્કસ કારણ જાણવા મળ્યું નથી. મૂળ પશ્ચિમ બંગાળ અને હાલમાં નાની દમણ સ્થિત સિટી સેન્ટર બિલ્ડિંગના પાંચમા માળે રહેતો 32 વર્ષીય પ્રશનજીત કિશન શાહિસ હાલમાં દમણમાં ઉમેશ પટેલની ઓફિસમાં નોકરી કરતો હતો.

દિયાશ્રી બિલ્ડિંગમાં આવેલી જેટ ન્યૂઝની ઓફિસમાં કામ કરતો તમામ સ્ટાફ રાત્રીએ ઘરે નીકળી ગયો હતો જોકે, પ્રશનજીત ઓફિસમાં જ રોકાયો હતો. રવિવારે સવારે જ્યારે ઓફિસ ખોલવામાં આવી ત્યારે પ્રશનજીત ઓફિસના સિલિંગ ફેન સાથે બ્લેન્કેટથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકીય નેતા ઉમેશ પટેલની ઓફિસમાં ન્યૂઝ ચેનલમાં મૃતક કામ કરતો હતો. ઉમેશ પટેલની ઓફિસમાં કામ કરતા કર્મચારીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જન્માવી છે. હાલ તો પોલીસે આકસ્મિક મોતની ફરિયાદ લઇને યુવકે ક્યા કારણોસર આ પગલું ભર્યુ હતું તેની તપાસ હાથ ધરી છે. જે અંગે દમણ પોલીસે લાશનો કબજો મેળવી આપઘાત પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...