ધરપકડ:દમણમાં ત્રણ માસ અગાઉ બંધ ફલેટમાંથી ચોરી કરનાર ઝડપાયો

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીટીં, ચેઇન, કાનની બુટ્ટી તથા 8 હજારની ચોરી કરી હતી

નાની દમણના પોશ એરિયા દિલિપ નગરમાં આવેલી એક બિલ્ડિંગના બંધ ફલેટમાંથી ત્રણ માસ અગાઉ ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. કોર્ટમાં રજૂ કરીને ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાન્યુઆરી માસની 17મી તારીખે ધોળા દિવસે નાની દમણના દિલિપ નગરમાં આવેલા પ્રાઇમ એપાર્ટમેન્ટના ફલેટ નંબર 101નું તાળું તોડીને તસ્કરો કબાટમાં મુકેલા દાગીના અને રોકડની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ 3 સોનાની વીંટી, 4 ચેઇન અને 3 જોડી કાનની બુટ્ટીની સાથે રોકડા 8 હજારની ચોરી કરી હતી.

આ બનાવ અંગે ઘરના માલિકે નાનીદમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આખરે ત્રણ માસ પછી ચોરી કરનાર આરોપીને ઝડપી લીધો હતો. હરિયાળાના ભિવાનીગામે રહેતો મનિષ ઓમપ્રકાશ ઉદમિરામને પોલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આગામી 20મી એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...