ચાર્જ સંભાળ્યો:ડીઆઇએમાં સભ્યોની સંખ્યા હજાર સુધી પહોંચાડી સંગઠનને વધુ મજબૂત બનાવાશે

દમણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા પ્રેસિડેન્ટ પવન અગ્રવાલે નવી કમિટી સાથે ચાર્જ સંભાળ્યો

દમણ ડીઆઇએની સોમવારે સોમનાથ સ્થિત હોલમાં 40મી એજીએમ મળી હતી જેમાં નવી કમિટી સાથે ડીઆઇએના પ્રમુખ પવન અગ્રવાલે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો હતો.ડીઆઇએના પ્રમુખની સાથે ઉપપ્રમુખ શરદ પુરોહિત, સેક્રેટરી સની પારેખ, જોઇન્ટ સેક્રેટરી રાજકુમાર લોઢા, ટ્રેઝરર આર.કે. શુક્લા અઅને સલાહકાર તરીકે મુકેશ શેઠને જવાબદારી સોંપવામાં આવી છે.

એક્ઝિકયુટિવ કમિટીમાં પી.કેે. સિંહ, વિનિત ભાર્ગવ, જિતેન્દ્ર બોરઠા, હરીશ પટેલને જોડવામાં આવ્યા છે. ડીઆઇએ પ્રમુખ પવન અગ્રવાલે જાણાવ્યું કે, દમણમાં અંદાજે 3 હજાર કંપની રજીસ્ટ્રર છે. જોક, હાલમાં ડીઆઇએમાં માત્ર 750 જેટલા જ સભ્યો છે જેમાં વધુ સભ્યો જોડાય જેથી સંગઠનને વધુ મજબૂત બનાવી શકાય એવા પ્રયાસ કરાશે. કોરોના કાળમાં પણ પ્રશાસક પ્રફુલ પટેલ તરફથી ઓદ્યોગિક એકમોને સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. આવનારા સમયમાં દરેક સભ્યોના સહકારથી ઉદ્યોગના હિતને પ્રાથમિકતા આપીને એ દિશામાં કાર્ય કરાશે.

અન્ય સમાચારો પણ છે...