દમણ પુલ દુર્ઘટના કેસ:વિક્ટિમ કમિટિના મહામંત્રીએ માહિતી માગી

દમણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2003ની દુર્ઘટનામાં પોલીસ તપાસની વિગતો માગી

વર્ષ 2008માં નાની અને મોટીદમણને જોડતો દમણગંગા નદીનો બ્રિજ તૂટી જતા 22 માસુમ બાળકો સહિત 30 નિર્દોષના મોત થયા હતા. આ કેસમાં વિક્ટિમ કમિટિના મહામંત્રીએ વર્ષો પછી સંઘપ્રદેશના ડીઆઇજીપીને આરટીઆઇ એક્ટ હેઠળ અરજી કરીને જરૂરી તપાસની માહિતી માગી છે.

દમણ પુલ દુર્ઘટના પિડીત કમિટી દ્વારા પુલ દુર્ઘટના કેસ મામલે ડી.આઈ.જી.પી. વિક્રમજીત સિંહ પાસેથી માહિતી માંગી છે. કમિટીના મહામંત્રી કેશવ બટાક દ્વારા બુધવારના રોજ માહિતી અધિનિયમના કાયદા મુજબ જે માહિતી માંગવામાં આવી છે તેમાં દર્શાવવામાં આવ્યું છે કે 28 ઓગસ્ટ 2003ના રોજ જે પુલ દુર્ઘટના ઘટી હતી તેમાં 28 બાળકો એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 વ્યક્તિઓના કરુણ મોત થયા હતા. આ ઘોઝારી ઘટનામાં પોલિસ વિભાગમાં જે ક્રિમિનલ કેસ નં 65/2008 નોંધાયેલ છે તેની તપાસ ક્યાં સુધી કરવામાં આવી છે.

હાલમાં કયા પોલીસ કાર્યાલય હસ્તક એની તપાસ કરવામાં આવી રહી છે તેની જાણકારી આપવામાં આવે. કારણ કે આ 28 માસૂમ બાળકોના મોતનો મામલો છે. સાથે દમણ દીવના આજ સુધીના ઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના હોવાથી પીડિત પરિવારોની સાથે દમણવાસીઓ પણ ઘણાં લાંબા સમયથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે. જેથી આ કેસ સંદર્ભમાં તમામ પ્રકારની માહિતી આરટીઆઈ કાયદા મુજબ જાહેર હિતમાં આપવામાં આવે તેવી માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...