ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા ગુરૂવારે દેશના પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ દર વર્ષ અપાતો ઈન્વેસ્ટિગેશ એક્સિલેન્સ મેડલ એવોર્ડ માટે સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવ પ્રદેશ માટે દમણ પોલીસમાં ફરજ બજાવતા જવાનની પસંદગી કરવામાં આવી છે. ફેબ્રુઆરી માસમાં દમણ પોલીસે ઇન્ટરનેશનલ લેવલનું બીટ કોઇન કૌંભાડ ઝડપી પાડ્યું હતું જેમાં તપાસમાં મહત્વનો ભાગ ભજવવા બદલ દમણના પોલીસ જવાનની પસંદગી થઇ છે.
સંઘપ્રદેશ દમણ પોલીસ વિભાગમાં છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ક્રિષ્નાવિજય જયંતિલાલ ગોહિલને ભારત સરકાર દ્વારા યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન વર્ષ 2021 માટે પસંદગી કરાતા સમગ્ર પોલીસ બેડામાં ખુશીની લહેર જોવા મળી છે. ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા પોલીસ 1 ડિવિઝન દ્વારા વર્ષ 2021ના એવોર્ડ માટે વિવિધ રાજ્યોના પોલીસ અધિકારી અઅને કર્મચારીની જાહેર થયેલી યાદીમાં હે.કો. ક્રિષ્નાવિજય ગોહિલનું પણ નામ જાહેર કરાયું છે.
દમણ પોલીસે ગત ફેબ્રુઆરી માસમાં વિવિધ તરકીબો અજમાવીને વિદેશમાં પ્રોગામ તથા અન્ય કોઇ બહાના બતાવીને રૂપિયા ખંખેરીને તેને બિટ કોઇન કરન્સીમાં તબદીલ કરી દેવાનું કૌંભાડ દમણ પોલીસે ઝડપી પાડ્યું હતું. આ કેસમાં હેકો ક્રિષ્ના ગોહિલે તપાસમાં આરોપીને ઝડપી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ તેમનું નામ એવોર્ડ માટે સજેસ્ટ કરવામા આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.