તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવે:સંઘપ્રદેશના 92 ગામમાં પ્રશાસન ડ્રોનથી મિલકતનો સરવે કરાવશે

દમણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંઘપ્રદેશ દમણ સહિત ત્રણેય સંઘપ્રદેશના અંદાજિત 92થી વધુ ગામમાં પ્રશાસન ડ્રોનથી સરવે કરાવવાનું આયોજન કરી રહી છે. કેન્દ્ર સરકારના ગ્રામિણ વિસ્તારમાં મિલકતના માલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવા માટે ડિઝિટલ મેપિંગ હાથ ધરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.

દાનહ અને દમણ દીવના ગ્રામ્ય વિસ્તારમાં મીલકતના પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સરકારની યોજના અતર્ગત હવે ડ્રોનથી સરવેની કામગીરી હાથ ધરાશે. દમણના રેવન્યુ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ભારતીય સર્વેક્ષણ વિભાગની સાથે મળીને પંચાયત મારફતે ડ્રોનથી સંપતિનો સરવે કરી ડિઝિટલ મેપિંગ કરાશે. સરવેથી કામગીરી થયા બાદ દરેક મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ અપાશે. સરવે ઓફ ઇન્ડિયાની ટીમ પહેલા ગામની બોર્ડર નક્કી કરી ચુનાથી માર્કિગ કરીને સરવે કરશે. દમણના 23, દીવના 4 અને દાનહના 72 ગામમાં આ સરવે હાથ ધરાશે.

આ માટે ત્રણેય પ્રદેશમાં નેટવર્ક કન્ટીન્યુઅસ ઓપરેશન રેફરન્સની સ્થાપજા પણ કરવામાં આવશે. સરવે બાદ પ્રોપર્ટી કાર્ડથી મિકલત માલિકોને નાણાંકીય સંસ્થામાંથી લોન લેવાનું વધુ સરળ થશે અને માલિકી પ્રમાણપત્ર, ટાઇટલ ડીડથી મિલકત સંબંધી વિવાદનો પણ ઉકેલ આવશે. ડિજીટલ મેપિંગથી મિલકત ધારકોને હવે આશાનીથી દસ્તાવેજ અને નકશા ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...