તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર અકસ્માત:ડાભેલમાં ટેમ્પો ડીવાઇડરમાં અથડાયને મોપેડ પર પડતા મહિલા અને રાહદારી યુવકનું મોત

દમણ9 દિવસ પહેલા
 • શાકભાજી વેચીને માતા-પુત્ર મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા, પુત્ર ફેંકાય જતા બચાવ થયો

દમણના સોમનાથ સર્કલ નજીક બુધવારે રાત્રીએ બેફામ ટેમ્પો હંકારતાે ડીવાઇડર સાથે અથડાવી પલટતા મોપેડ સવાર મહિલા અને રાહદારી યુવકનું મોત થયું હતું. દમણ - વાપી મુખ્ય માર્ગ ઉપર ડાભેલના સોમનાથ જંકશન નજીક કચીગામ માર્ગ તરફ બેફામ અને પૂરઝડપે આવી રહેલા ટેમ્પો નંબર જીજે 05 એયુ 5916ના ચાલકે વળાંકમાં કાબુ ગુમાવ્યો હતો અને ટેમ્પાને ડિવાઇડર ઉપર ચઢાવતા પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં એક મોપેડ અને રાહદારી યુવક અડફેટમાં આવી ગયા હતા. મોપેડની પાછળ બેસેલી 43 વર્ષીય મહિલા દક્ષાબેન ઇશ્વરભાઇ પટેલ અને રાહદારી 47 વર્ષીય યુવક સીતારામ શીવમંડળને ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર જ મોત થયા હતા. જ્યારે મોપેડ ચાલક 21 વર્ષીય વિરાન્સું ઇશ્વરભાઇ પટેલને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસારદમણના સોમનાથ નજીક રાત્રે ટર્ન મારવા જતા ટેમ્પો પલટી મારી ગયો હતો. રાહદારીઓ અને લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક દમણ પોલીસને અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. દમણ પોલીસને ઘટનાનની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ક્રેન વડે ટેમ્પો ઊંચકી સીધો કરતા ટેમ્પ નીચે એક મહિલા અને એક પુરૂષની લાશ મળી આવી હતી. મહિલા અને પુરૂષની લાશનો કબ્જો લઈ બેભાન અને ઇજગ્રસ્ત ટેમ્પો ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે ઘટનાનું તારણ સમજવા નજીકની દુકાનોના CCTV ફૂટેજ ચેક કરી આગળની તપાસ હાથ ધરી છે. દમણના સોમનાથમાં વિચિત્ર અકસ્માત થતા સ્થકનીક લોકો અને વાહન ચાલકોમાં અરેરાટી ફેલાઈ હતી.

મહિલા શાકભાજી વેચીને પરત ફરતી હતી
ડાભેલના ઘેલવાડ ફળિયામાં રહેતા 43 વર્ષીય દક્ષાબેન પટેલ વર્ષોથી સોમનાથ જંકશન ઉપર શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. બુધવારે રાત્રીએ સાડા દસેક વાગ્યાના સુમારે તેઓ તેમના પુત્ર વિરાન્સુ સાથે શાકભાજી વેચીને મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં મોતને ભેટી હતી. જોકે, સદનસીબે પુત્ર વિરાન્સુનો બચાવ થયો હતો.

ટેમ્પો ચાલક દારૂના નશામાં હોવાની ચર્ચા
કંપનીમાંથી માલ ભરીને નીકળેલો ટેમ્પો ચાલક ચીક્કાર નશામાં હોવાનું સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું. બેફામ રીતે હંકારતા વળાંક ન કાપી શકતા ટેમ્પો પલટી ગયો હતો. અકસ્માત કર્યા બાદ ટેમ્પાનો ચાલક સ્થળ ઉપરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસીટીવીના ફૂટેજ ચેક કરી ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો