પ્રસતાવ:દમણમાં UPSC સહિતની પરીક્ષાની તૈયારી માટે કોચિંગ કલાસ શરૂ કરો

દમણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દમણવાડા પંચાયતના કેરિયર માર્ગદર્શનમાં અધિકારી સમક્ષ પ્રસતાવ

દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આદિવાસી હોલમાં રવિવારે યુવા વર્ગ માટે કેરિયર માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું હતું.દમણ જિ.પં.ના સીઓ આશિષ મોહને કહ્યું કે, હકીકતમાં હાઇસ્કૂલ અને ઇન્ટરમીડિયેટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વાલીઓ કેરિયર માટે ચિંતિત બનતા હોય છે.

માર્ગદર્શન ન મળવાથી તેઓ યોગ્ય ફિલ્ડ પસંદ કરી શકતા નથી. દમણમાં આ પ્રકારના આયોજન બદલ દમણવાડા પંચાયતને શુભેચ્છા પાઠવી હતી. સરપંચ મુકેશ ગોસાવીએ કહ્યું કે, દમણના વિદ્યાર્થીઓમાં ટેલેન્ટની કોઇ કમી નથી. તેમને અત્યારથી જ સિવિલ સર્વિસ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે તો ચૌક્કસ સફળ થઇ શકે એમ છે. દમણમાં પણ યુપીએસસી સહિત અન્ય સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોચિંગ કલાસ શરૂ કરવા માટે અધિકારી સમક્ષ પ્રસ્તાવ મુક્યો હતો. આ પ્રસંગે અગ્રણી હરેશભાઇ બારી, ગણેશ પટેલ, ઉપસરપંચ મિલન પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...