તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:દમણમાં ડોમેસ્ટિક એરલાઇન્સ માટે 58 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

દમણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એવિયેશન મિનિસ્ટરે કામગીરી જલ્દી પૂર્ણ કરવા જણાવ્યું

કેન્દ્રના એવિયેશન મિનિસ્ટર જયોતિરાદિત્ય સિંધિયાએ સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ પટેલને એક પત્ર લખીને હાલમાં એરપોર્ટ ઓથોરિટિ ઓફ ઇન્ડિયાના હાલમાં ઉડાન 4.1 અતર્ગત થયેલી બીડિંગમાં દમણ અને અમદાવાદ વચ્ચે ડોમેસ્ટિક હવાઇ ઉડાન શરૂ કરવામાં આવશે. દમણનું એરપોર્ટ ઇન્ડિયન કોસ્ટગાર્ડથી સંબંધિત છે અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા અહીં સિવિલ એન્કલેવ વિકસીત કરી રહ્યું છે. એવિયેશન મંત્રાલયે દમણ એરપોર્ટના વિકાસ માટે 58 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કરવામા આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

પ્રશાસક પ્રફુલ પટેલને લખેલા પત્રમાં પ્રદશમાં હવાઇ અડ્ડાનું તાત્કાલિક નિર્માણ કાર્ય પુર્ણ થાય એ માટે વિશેષ ધ્યાન આપવા માટે જાણ કરવામાં આવી છે. ઉડાન (ઉડે દેશનો આમ નાગરિક) યોજના અતર્ગત દમણમાં પણ ભવિષ્યમાં ડોમેસ્ટિક એરલાઈન્સ સેવા શરૂ થાય એવા અણસાર જોવા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...