હાલાકી:દમણમાં ઈન્ટરનેટ ખોરવાતા રેલવે રીઝર્વેશન કાઉન્ટર બંધ

દમણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચાર દિવસથી રીઝર્વેશન ટિકિટ ન મળતા યાત્રીઓને ભારે હાલાકી

દમણ જિલ્લામાં બીએસએનએલની ઇન્ટરનેટ નેટવર્કની સમસ્યા હજી પણ યથાવત છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી BSNL સેવા બંધ હાલતમાં હોવાથી લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભારતીય સંચાર નિગમ લિમિટેડની ઈન્ટરનેટ સેવા બંધ હોવાથી કારણે દમણમાં આવેલા રેલવે રીઝર્વેશન કાઉન્ટર ઉપરથી યાત્રીને ટિકિટ ન મળતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

કેન્દ્ર સરકાર ડિઝિટલ ઈન્ડિયા સહિતના અન્ય પ્રોજેક્ટ ચલાવીને રેલવે સહિત અન્ય સુવિધાઓમાં સુધારો કરવાના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ BSNL ઈન્ટરનેટ સેવા નિષ્ફળ જવાના કારણે લોકોને રેલવેની આરક્ષિત ટિકિટ પણ મળી શકતી નથી. જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. BSNLની નિષ્ફળ ઈન્ટરનેટ સેવાને કારણે રેલ્વેને ભારે નુકશાની ભોગવવી પડી રહી છે.

બી એસએનએલના નેટવર્કની નિષ્ફળતાને લઇ છેલ્લા ચારથી વધુ દિવસોથી રેલવે ટિકિટ રિઝર્વેશનનું કામ ચાલી અટકી ગયું છે. દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો રિઝર્વેશન ટિકિટ લેવા માટે દમણ રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર આવે છે, પરંતુ નેટવર્ક અને ઇન્ટરનેટ સેવાના અભાવે તેઓ આરક્ષિત ટિકિટ મેળવી શકતા નથી.

આરક્ષિત ટિકિટ લેવા સ્ટેશન પર પહોંચેલા ઉત્તરપ્રદેશના યાત્રીએ જણાવ્યું કે, શનિવારે જ્યારે તે ઉત્તરપ્રદેશની રિઝર્વેશન ટિકિટ લેવા દમણના રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર પર પહોંચ્યો ત્યારે નેટવર્કના અભાવે તેને પરત ફરવું પડ્યું હતું. રિઝર્વેશન ઓફિસરે કહ્યું કે શુક્રવારથી જ BSNLનું નેટવર્ક ફેલ થઈ ગયું. જે બાદ સિસ્ટમમાં ફરી નેટવર્ક આવ્યું ન હતું. જેના કારણે અનામતની કામગીરી અટકી પડી છે.

અન્ય સમાચારો પણ છે...