તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નાની દમણના દેવકા સ્થિત સાયલન્ટ હોટલમાં ચાલતા જુગાર અડ્ડા ઉપર પોલીસનો છાપો, 15 શકૂની ઝડપાયા

દમણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલના સંચાલકની પણ ધરપકડ કરી પોલીસે 1.05 લાખ રોકડા કબજે લઇ કાર્યવાહી હાથ ધરી

નાની દમણના દેવકા સ્થિત ભંડારવાડમાં આવેલી સાયલન્ટ હોટલમાં જુગારનો અડ્ડો ચાલતી હોવાની મળેલી બાતમીના આધારે બુધવારની રાત્રીએ કડૈયા પોલીસે રેઇડ કરી હતી. પોલીસે જુગાર રમતા વલસાડ જિલ્લાના 15 જુગારિયા સહિત હોટલ સંચાલકની પણ ધરપકડ કરી હતી. પોલીસે હોટલમાંથી પકડાયેલા જુગારિયા પાસેથી રોકડા 1 લાખ 05 હજાર કબજે લઇને કાયદેસરની કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે. નાની દમણ સ્થિત મચ્છી માર્કૈટમાં આવેલા નવરંગ એેપાર્ટમેન્ટમાં રહેતા હોટલ સંચાલક સંકેત ભરૂકાની પણ પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઝડપેલા 15 જુગારિયા

1. સંકેત પ્રદીપભાઇ ભરૂકા રહે. હોટલ સાયલન્ટ, દેવકા - ભંડારવાડ, નાની દમણ 2. હર્ષદ પ્રભુભાઇ ટંડેલ રહે. સુધાદ ફળિયા, મોટા ઘાંચીવાડની પાછળ, વલસાડ 3. શેખ મહમદ ઝુબેર મુસ્તક મહમદ રહે. ચીવલ રોડ, મરીમાતા મંદિર - પારડી 4. મિશાલ ઉત્તમભાઇ પટેલ રહે. ભાઠૈયા, મોટી દમણ 5. ઇમ્તિયાઝ મુસ્તફા શેખ રહે. સમાચાર ભંડાર રોડ - વલસાડ 6. સુધિર સદાશિવ કનાડે રહે. ઘોલવાડ, સાગર એપાર્ટમેન્ટ, વલસાડ મૂળ રહે. શિવ આશિષ બિલ્ડિંગ, અચોલે રોડ - અનમોલ બેકરીની સામે, વસઇ - પાલઘર 7. મુંશીલાલ રામ્યાદ નિશાંત રહે. અમુ નગર, પ્રાગરાલે ચાલ, મોગરાવાડી - વલસાડ મૂળ રહે. અટૌરા, આશિક રામપુર મથુરા ઉત્તર પ્રદેશ 8. સાગર કાન્તીભાઇ ધીમર હરે. ધીમર શેરી - વલસાડ 9 બહાઉદ્દીન હૈદરઅલી ખાન રહે. કલ્પતરૂ સોસાયટી, ઉમરગામ 10 ગણેશ રાજુભાઇ નાયડુ રહે. 201, સિદ્ધિ વિનાયક, ગણેશ હોલ નાની મેઠવાડ - વલસાડ 11. ગુલાબ હુશેન સૈયદ શેખ રહે. 201, ખુશ્બુ એપાર્ટમેન્ટ, ખાટકીવાડ - વલસાડ 12. આશ્વિન નારણભાઇ ધીમર રહે. મ્યુનિસિપલ હોસ્પિટલ નજીક, નાની માતા મંદિર, ધીમર શેરી - વલસાડ 13. તનવીર અહમદ વહોરા રહે. નવી જીઆઇડીસી, શ્રીનિવાસ એપાર્ટમેન્ટ, ગાંધીવાડી - ઉમરગામ 14. શેખર તેવર ચિન્નાથંબી તેવર મોગરા વાડી - વલસાડ 15. ઇમ્તિયાઝ અહમદ કોલીવાડા રહે. અમરીન એપાર્ટમેન્ટ, મોટી ઘાંચીવાડ - વલસાડ

અન્ય સમાચારો પણ છે...