તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મોટીદમણમાં પાલિકા પ્રમુખના મતવિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ભરાતા લોકોમાં આક્રોશ

દમણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં 13 ઇંચ વરસાદથી જનજીવનને અસર, સિઝનનો કુલ વરસાદ 75.79 ઇંચ થયો

દમણમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, બુધવારે સવારે 8 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન જ પ્રદેશમાં 13 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખાસ કરીને મોટી દમણના લુહાર ફળિયામાં પાણી નિકાલની કોઇ વ્યવસ્થા ન કરાતા પાલિકા પ્રમુખના મત વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

દમણ ડીએમસી દ્વારા ચોમાસાં પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટે પ્રિમોન્સૂન કામગીરી કરાતી હોય છે. જોકે, વધારે વરસાદમાં પાણીનો નિકાલ ન થતા ઠેર ઠેર પાણી જમાવની સ્થિતિ ઉદભવતી હોય છે. દસ દિવસ અગાઉ ભારે વરસાદમાં મોટી દમણના માર્કેટ વિસ્તારમાં પાણી ભરાતા વેપારીને મોટું નુકશાન સહન કરવાની નોબત આવી હતી. હાલમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લઇ મોટી દમણના લુહાર ફળિયામાં આવેલા નીચાણના ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ખાસ કરીને હાલના ડીએમસી પ્રમુખ સોનલબેન પટેલના મતવિસ્તાર મોટીદમણના લુહાર ફળિયામાં પાણી ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર પ્રમોદ રાણાએ આ મુદ્દે ડીએમસીના પ્રમુખ સોનલબેન પટેલ અને ઉપપ્રમુખ આશિષ પટેલને સમસ્યા અંગેની જાણકારી આપી હતી. જોકે, ફરિયાદ પાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચીને પાણીના નિકાલની વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળ્યું છે. દાનહમાં બુધવારે સેલવાસ વિસ્તારમા 78.8એમએમ 3ઇંચથી વધુ વરસાદ અને ખાનવેલ વિસ્તારમા84એમએમ વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...